મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

પ્રખ્યાત ગાયિકા ઉષા ઉથુપના પતિનું નિધન, 78 વર્ષની વયે આવ્યો હાર્ટ એટેક

ભારતીય પોપ આઇકન ઉષા ઉથુપના પતિ જાની ચાકો ઉથુપનું સોમવારે કોલકાતામાં અવસાન થય

પ્રખ્યાત ગાયિકા ઉષા ઉથુપના પતિનું નિધન, 78 વર્ષની વયે આવ્યો હાર્ટ એટેક

ભારતીય પોપ આઇકન ઉષા ઉથુપના પતિ જાની ચાકો ઉથુપનું સોમવારે કોલકાતામાં અવસાન થયું હતું. તેમના પરિવાર દ્વારા પ્રાપ્ત માહિતી મુજૂ 78 વર્ષીય જાનીએ કોલકાતામાં તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા. રિપોર્ટ અનુસાર, ટીવી જોતી વખતે તેમણે અસ્વસ્થતાની ફરિયાદ કરી, જેના પછી તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાં તપાસ દરમિયાન ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

પરિવારે જણાવ્યું હતું કે, તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. ઉષાના બીજા પતિ જાની ચાના બગીચા સાથે જોડાયેલા હતા. બંનેની પહેલી મુલાકાત 70ના દાયકાની શરૂઆતમાં પ્રતિષ્ઠિત ટ્રિંકાસ ખાતે થઈ હતી. બંનેને એક દીકરો અને એક દીકરી છે. પરિવારે જણાવ્યું કે, મંગળવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં ઉષા ઉથુપને સંગીત ઉદ્યોગમાં તેમના યોગદાન બદલ ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

પદ્મ ભૂષણથી સન્માનિત છે ઉષા ઉથુપ

ભારતીય પોપ આઇકોન તરીકે જાણીતી પોપ ગાયિકા ઉષા ઉથુપે આ સન્માન વિશે વાત કરતાં કહ્યું હતું કે, 'આ ખૂબ જ ખાસ અને અવિશ્વસનીય ક્ષણ છે. આ લાગણી હજી મારી અંદર સ્થિર થઈ નથી. મારી પ્રતિભાને ઓળખવા બદલ હું ભારત સરકારની આભારી છું. આ પ્રસંગ પછી, તેમણે ખુલાસો કર્યો હતો કે, તે આ પ્રસંગે તેના સહ-ગાયક સ્વર્ગસ્થ બપ્પી લહેરીને ખૂબ જ મિસ કરે છે.

https://www.instagram.com/singerushauthup/

શશિ કપૂરે આપ્યો હતો ઉષા ઉથુપને બ્રેક
 
ઉષા અને બપ્પી લહેરીની જોડીએ 'રંબા હો', 'હરિ ઓમ હરી' અને 'કોઈ યહાં નાચે નાચે' જેવા ચાર્ટબસ્ટર ગીતો ગાયા છે. ઉલ્લેખનીય છે કે, ઉષા ઉથુપને તેનો પહેલો બ્રેક બોલિવૂડ એક્ટર શશિ કપૂરે આપ્યો હતો. પોતાના લાંબા કરિયરમાં તેમણે 'અરમાન', 'ડિસ્કો ડાન્સર', 'શાલીમાર', 'શાન, વરદાત', 'અરમાન', 'દૌદ', 'ભૂત', 'હેટ્રિક', 'પ્યારા દુશ્મન' જેવી ફિલ્મો કરી છે. તેમજ 'જોગર્સ પાર્ક' જેવી ફિલ્મોમાં ગીતો ગાયા છે. આજે પણ તેમના અવાજનો જાદુ ફેન્સ પર ચાલે છે અને તેમના ગીતો ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો