77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે 'ભારત પર્વ'નું આયોજન, સર્જનાત્મક તકો સાથે કરાવાશે પરિચય
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 14 મેથી 25 મે સુધી શરૂ થવા જઈ રહ્યો છે. આ પ્રતિષ્ઠિત કાર્યક્ર

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 14 મેથી 25 મે સુધી શરૂ થવા જઈ રહ્યો છે. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં દેશ-વિદેશની ફિલ્મી હસ્તીઓ ભાગ લેશે. ફિલ્મો દર્શાવવામાં આવશે. આ ઉપરાંત આ વખતે ભારત તરફથી એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત દ્વારા 'ભારત પર્વ' હોસ્ટ કરવામાં આવશે. 'ભારત પર્વ' દ્વારા, વિશ્વભરમાંથી કાન્સ ફેસ્ટિવલમાં એકત્ર થયેલા લોકોને ભારતમાં ઉપલબ્ધ અસંખ્ય સર્જનાત્મક તકોથી વાકેફ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ હીરામંડીની 'ગણિકા', જેની સુંદરતાનું ચાહક હતું આખું લાહોર, પણ પછી તેના જ પતિએ મારી દીધી ગોળી
પહેલી વખત હોસ્ટ કરવામાં આવશે 'ભારત પર્વ'
આ પહેલીવાર હશે જ્યારે દેશ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 'ભારત પર્વ'નું આયોજન કરશે. આ ફેસ્ટિવલ વિશ્વભરના ફિલ્મ હસ્તીઓ, નિર્માતાઓ, દિગ્દર્શકો, ખરીદદારો અને વેચાણ એજન્ટો સાથે જોડવાનું માધ્યમ બનશે. દેશમાં ઉપલબ્ધ સર્જનાત્મક તકોનો પણ પરિચય કરાવવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ગોવામાં 20થી 28 નવેમ્બર દરમિયાન યોજાનારા 55મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)નું ઓફિશિયલ પોસ્ટર અને ટ્રેલરનું પણ 'ભારત પર્વ' ખાતે અનાવરણ કરવામાં આવશે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે આપી માહિતી
શુક્રવારે આ માહિતી આપતા, માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું હતું કે, પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રતિનિધિઓની સાથે-સાથે ઈન્ડસ્ટ્રીના સભ્યોનું એક પ્રતિનિધિમંડળ મહત્ત્વપૂર્ણ પાસાઓની એક સીરિઝના માધ્યમથી ભારતની રચનાત્મક અર્થવ્યવસ્થાને દર્શાવશે.






