મામી ઐશ્વર્યાને ઈગ્નોર કરીને આલિયાની તસવીરમાં કોમેન્ટ કરવા પર ટ્રોલ થઈ નવ્યા, નેટિઝન્સે કહ્યું...
બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની નણંદ શ્વેતા બચ્ચન નંદા વચ્ચેના ઝઘડા

બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની નણંદ શ્વેતા બચ્ચન નંદા વચ્ચેના ઝઘડાના સમાચાર મીડિયામાં આવતા રહે છે. છેલ્લા થોડા વર્ષોમાં એવા ઘણા પ્રસંગો આવ્યા છે, જ્યારે આ બંને વચ્ચે અણબનાવના સમાચારે સામે આવ્યા હોય. આ સમાચારોમાં કેટલું સત્ય છે તે તો આ બે જ જાણે છે, પરંતુ આ સમાચાર ચોક્કસપણે બચ્ચન પરિવારના ફેન્સનું દિલ તોડી નાખે છે. માતા શ્વેતા બચ્ચન નંદા બાદ હવે નવ્યા નવેલી નંદા અને એશ વચ્ચેના અંતરની વાતો પણ શરૂ થઈ ગઈ છે. તેનું કારણ નવ્યા નવેલી નંદાની એક કોમેન્ટ છે, જે તેણે આલિયા ભટ્ટની તસવીર પર કરી છે.
પેરિસ ફેશન વીકમાં ભાગ લેવા પર કર્યા આલિયાના વખાણ
આલિયા ભટ્ટ અને ઐશ્વર્યા રાય બચ્ચન બંને પેરિસમાં આયોજિત ફેશન શોમાં ભાગ લેવા ગઈ હતી. આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર આ ફેશન શોની એક તસવીર શેર કરી છે. નવ્યા નવેલી નંદાએ આલિયા ભટ્ટના આ ફોટા પર કોમેન્ટ કરીને પોતાની જ મુશ્કેલી વધારી છે. નવ્યાની કોમેન્ટ જોયા બાદ લોકો કહી રહ્યા છે કે, તેણે મામી ઐશ્વર્યાની તસવીરોને જાણી જોઈને નજરઅંદાજ કરી છે. લોકો અનુમાન લગાવી રહ્યા છે કે, નવ્યા અને ઐશ વચ્ચે બધુ બરાબર નથી, જેના કારણે બચ્ચન સાહેબની દોહિત્રીએ તેની મામીની તસવીરોને નજરઅંદાજ કરી છે. તમે નીચે આલિયાની તસવીર પર નવ્યાની ટિપ્પણી જોઈ શકો છો.
નેટિઝન્સ કહી રહ્યા છે નવ્યાને "કલેશી"
જ્યારથી લોકોએ આલિયાની તસવીર પર નવ્યા નવેલી નંદાની કોમેન્ટ જોઈ છે, લોકો તેને કલેશી કહીને બોલાવી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે, નવ્યાના આ પગલાથી બચ્ચન પરિવારમાં હલચલ મચી જશે. એક ફેને કોમેન્ટમાં લખ્યું કે, 'તમે તમારી મામી એશને પણ સપોર્ટ કરી શકો છો.' તો બીજાએ લખ્યું છે, 'તારી મામીને પણ થોડો સપોર્ટ આપ...'
લોકોનું માનવું છે કે, નવ્યા નવેલી નંદાના આ પગલાએ બચ્ચન પરિવારમાં ચાલી રહેલા વિવાદને લોકોની સામે ઉજાગર કરી દીધો છે. શ્વેતા બચ્ચન નંદા પછી હવે નવ્યા નવેલી નંદા પણ ઐશ્વર્યાથી દૂર-દૂર દેખાઈ રહી છે, જે સારી વાત નથી.






