મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

છૂટાછેડા થયા તો કઈ નહીં મળે નતાશાને, હાર્દિકે પહેલાથી જ કર્યું છે આવું પ્લાનિંગ 

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથેના ખરાબ પ્રદર્શન બાદ હાર્દિક પંડ્યાનો સેમી પણ ખરાબ ચાલી રહ્યો હોય તેમ લાગી

છૂટાછેડા થયા તો કઈ નહીં મળે નતાશાને, હાર્દિકે પહેલાથી જ કર્યું છે આવું પ્લાનિંગ 

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથેના ખરાબ પ્રદર્શન બાદ હાર્દિક પંડ્યાનો સેમી પણ ખરાબ ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. પત્ની નતાશા સ્ટેનકોવિક સાથેના તેના છૂટાછેડાના સમાચારો અત્યારે જોરશોરથી ચર્ચામાં છે. જોકે સત્તાવાર રીતે કંઈ જાહેર કરવામાં આવ્યું નથી. છૂટાછેડા ઉપરાંત એવા અહેવાલો પણ આવી રહ્યા છે કે છૂટાછેડા પછી નતાશાને હાર્દિક પંડ્યાની સંપત્તિમાંથી 70 ટકા હિસ્સો મળશે. જો કે અંગે પણ હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ આ મુદ્દો ખૂબ જ ગરમ છે. 

મિલકત વિશે ઘણા સમય પહેલા પ્લાનિંગ કર્યું હતું.

દરમિયાન, અન્ય એક નવા સમાચાર સામે આવ્યા છે કે હાર્દિક પંડ્યાએ તેની મિલકત વિશે ઘણા સમય પહેલા પ્લાનિંગ કર્યું હતું. હાર્દિકે પોતાની તમામ  મિલકત પોતાના નામે રાખી જ નથી. પંડ્યાનો એક જૂના ઈન્ટરવ્યુનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે પ્રોપર્ટી વિશે વાત કરી છે. ગૌરવ કપૂર સાથેના વીડિયોમાં હાર્દિક પંડ્યા કહે છે કે મેં દરેક ખાતામાં મારી માતાનું નામ મારી સાથે રાખ્યું છે. આ સિવાય મિલકત પણ મારી માતાના નામે છે. કાર, ઘર બધું માતાના નામે છે. મને કોઈ વિશ્વાસ નથી અને હું ભવિષ્યમાં મારી મિલકતનો 50 ટકા અન્ય કોઈને આપવા માંગતો નથી. આનાથી ઘણું નુકસાન થશે. 

હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને શેર કરનાર વ્યક્તિએ કેપ્શનમાં લખ્યું છે કે હાર્દિક પંડ્યા ખૂબ જ સ્માર્ટ છે. તે જાણતો હતો કે તે નતાશાથી છૂટાછેડા લઈ શકે છે. આ વીડિયો પર ફેન્સ તરફથી પણ ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે લખ્યું કે મને આશા છે કે આ સાચું હશે અને હાર્દિક ભાઈને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

આ સમાચાર શેર કરો