મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'રોહિત શર્મા સાથે હું રિલેશનેશીપમાં હતી...', વિદેશી મોડેલના દાવાથી ફેન્સ ચોંક્યા!

ક્રિકેટરોના નામ ઘણીવાર બોલિવૂડ અભિનેત્રીઓ અથવા મોડલ્સ સાથે જ

'રોહિત શર્મા સાથે હું રિલેશનેશીપમાં હતી...', વિદેશી મોડેલના દાવાથી ફેન્સ ચોંક્યા!

ક્રિકેટરોના નામ ઘણીવાર બોલિવૂડ અભિનેત્રીઓ અથવા મોડલ્સ સાથે જોડાતા રહેતા હોય છે. ઘણાં ક્રિકેટરોએ પણ બોલીવુડ અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા છે. એક સમય એવો હતો જ્યારે રોહિત શર્માનાની એક બ્રિટિશ મોડલ સાથેના સંબંધોને લઈને ઘણી ચર્ચાઓ થતી હતી. જો કે, આ વિશે રોહિતે ક્યારેય કંઈ કહ્યું નથી. પરંતુ જે મોડલ સાથે રોહિતના સંબંધો અંગે ચર્ચાઓ થઈ હતી તેણે આ વાત સ્વીકારી લીધી છે.

આ પણ વાંચો: આ છે સલમાન ખાનના કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ, ડાયરેક્ટરે ફરી ક્યારેય ન બનાવી મૂવી 

રોહિત શર્માના આ બ્રિટિશ મોડલ સાથે હતા સંબંધો

રોહિત શર્મા અને બ્રિટિશ મોડલ સોફિયા હયાતના સંબંધોને લઈને વર્ષ 2012 દરમિયાન ઘણી ચર્ચા થઈ હતી. એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે રોહિત શર્મા આ હોટ મોડલના પ્રેમમાં હતો. જો કે, રોહિતે ક્યારેય આ વાત સ્વીકારી ન હતી. પરંતુ હવે સોફિયા હયાતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને રોહિત સાથેના તેના સંબંધોનો દાવો કરતો ખુલાસો કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, રોહિત અને સોફિયાની મુલાકાત લંડનમાં થઈ હતી. ત્યારબાદ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. 

હું તેને ફરી ક્યારેય ડેટ કરીશ નહીં

એક ઈન્ટરવ્યૂમાં રોહિત શર્માએ સોફિયા વિશે કહ્યું હતું કે, તે મારી એક ફેન છે. ત્યારે સોફિયા આનાથી ખૂબ જ ચિડાઈ ગઈ હતી. સોફિયા હયાતે રોહિત સાથેના સંબંધો અંગે ખુલાસો કરતા પોસ્ટમાં લખ્યું હતું કે, 'મારા રોહિત શર્મા સાથે સંબંધ હતા, પરંતુ બાદમાં આ સંબંધ સમાપ્ત થઈ ગયા હતા. તે સમયે હું રોહિત શર્માને ડેટ કરી રહી હતી પરંતુ હવે હું તેને ફરી ક્યારેય ડેટ કરીશ નહીં.'

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા ટૂંક સમયમાં કરશે મોટું એલાન, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી સૌને વિચારતા કરી દીધા

હવે લાઇમલાઇટથી દુર રહે છે મોડલ

એક સમય હતો જ્યારે સોફિયા હયાત ઘણી લાઇમલાઇટમાં રહેતી હતી. તે બિગ બોસ સિઝન 7માં પણ જોવા મળી હતી. આ સિવાય સોફિયા ઘણા મ્યુઝિક વીડિયોમાં એક્ટિંગ પણ કરી ચૂકી છે પરંતુ હવે તેઓ આ બધી બાબતોથી દૂર છે.

આ સમાચાર શેર કરો