મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'મને હોમોસેક્સ્યુઅલ લોકો ગમે છે', જાણો કંગના રનૌતે કેમ આવું કહ્યું?

કંગના રનૌત પેરિસ ઓલિમ્પિકમાં મહિલા-પુરુષ બોક્સિંગ મેચ વિવાદથી નારાજ છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી

'મને હોમોસેક્સ્યુઅલ લોકો ગમે છે', જાણો કંગના રનૌતે કેમ આવું કહ્યું?

કંગના રનૌત પેરિસ ઓલિમ્પિકમાં મહિલા-પુરુષ બોક્સિંગ મેચ વિવાદથી નારાજ છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલીક પોસ્ટ લખી છે. કંગનાનું કહેવું છે કે, તે સમલૈંગિક લોકોને પસંદ કરે છે. આ લોકો જેવા છે તેવા રહી શકે છે. લોકો માટે થઈને પોતાને બદલવાની જરૂર નથી. કંગનાએ એમ પણ લખ્યું કે, તેના ઘણા મિત્રો સમલૈંગિક છે અને તેઓ જેમ છે તેમ જ નામના અને પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે.

પુરુષનું સ્ત્રી બનવું અજીબ છે

કંગનાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર લખ્યું છે કે, મૂળભૂત રીતે સમલૈંગિક સંબંધ બાંધવા માટે, એક પાર્ટનરે સ્ત્રીની ભૂમિકા ભજવવાની અને બીજાએ પુરુષની ભૂમિકા ભજવવી જરૂરી છે. તેને સ્ત્રી-પુરુષની સમાન ભૂમિકા ભજવવી ગમે છે અને સાથે જ સામાન્ય સ્ત્રીને પણ પુરૂષવાચી અને પુરુષને નારીવાદના નામે નારી બતાવવી.... આ વિચિત્ર છે!! સાચું કહું તો મને હોમોસેક્સ્યુઅલ લોકો ગમે છે. મારા કેટલાક નજીકના મિત્રો સમલૈંગિક છે અને તેઓ ખૂબ જ ટેલેન્ટેડ અને કાબેલ છે. મને નથી લાગતું કે, તેઓએ અન્ય લોકો દ્વારા સ્વીકારવા માટે કોઈની નકલ કરવાની જરૂર છે.

સમુદાયનું સન્માન કરવું જોઈએ

કંગનાએ આગળ લખ્યું કે, તેણે મહિલા કે પુરુષની નકલી કોપી બનવાની જરૂર નથી. તે ખૂબ જ કાબેલ છે. તેમણે એવા જ સામે આવવું જોઈએ જેવા ભગવાને તેમને બનાવ્યા છે. તેમે પોતાના અસલી સ્વરૂપથી મોંઢું ના દૂર કરવું જોઈએ, તેમણે પોતાને સ્વીકારવા જોઈએ અને દરેક ક્ષેત્રમાં પોતાનો જલવો પાથરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે ખરાબ અથવા લૈંગિક ના બનવું જોઈએ. તેમણે પોતાની કમ્યુનિટીનું માન રાખવું જોઈએ. તેઓ વધુ સારી રીતે લાયક છે અને આપણે તેમના માટે એક સુરક્ષિત વિશ્વ બનાવવું જોઈએ. તેઓ જેમ છે તેમ જીવી શકે છે અને સમાન તકો મેળવી શકે છે.

શું છે બોક્સિંગ વિવાદ?

ઓલિમ્પિક ગેમ્સ 2024માં બોક્સિંગનો મુદ્દો ચર્ચામાં છે. જેમાં ઈટાલીની એન્જલનો બોક્સિગ મુકાબલો અલ્જીરિયાના બાયોલોજિકલ પુરુષ ઈમાન સાથે હતો. જણાવી દઈએ કે ઈમાન જેન્ડર ટેસ્ટમાં ફેલ થઈ છે. તેને 2023માં મહિલા મેચ માટે પણ અયોગ્ય જાહેર કરવામાં આવી છે. તે લિંગ પરીક્ષણમાં નાપાસ થયેલ છે.

આ સમાચાર શેર કરો