મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'મારે બે નહીં પાંચ બાળકો છે પહેલી દીકરી મારાથી 7 વર્ષ નાની': કરિશ્મા કપૂરનો ખુલાસો

બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર આજકાલ 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્

'મારે બે નહીં પાંચ બાળકો છે પહેલી દીકરી મારાથી 7 વર્ષ નાની': કરિશ્મા કપૂરનો ખુલાસો

બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર આજકાલ 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સ સીઝન 4' ને જજ કરી રહી છે. આ શોના લેટેસ્ટ એપિસોડમાં તેણે ફેન્સને પોતાના પરિવાર સાથે જોડાયેલા સમાચાર આપ્યા અને કહ્યું કે તેને પાંચ બાળકો છે. પોતાના પરિવાર વિશે જણાવતાં અભિનેત્રીએ કહ્યું કે, બેબો (કરીના કપૂર) મારી પહેલી દીકરી છે. હું કહી શકું છું કે મારે પાંચ બાળકો છે, મારા પોતાના બે બાળકો અને કરીના, અને તેના બે બાળકો તૈમુર અને જેહ.

એક વીડિયોમાં કરિશ્મા કપૂરને કહેતા સાંભળી શકીએ છીએ કે, કલાકાર તરીકે અમે સતત આગળ વધી રહ્યા છીએ. મને લાગે છે કે એવો સમય ક્યારેય નહોતો આવ્યો જ્યારે મને લાગ્યું કે હું સારી ડાન્સર છું. હંમેશા એવી ભૂખ હતી કે હું આગળ શું કરીશ? મને આશા છે કે મારો આ ડાન્સ હિટ બને. હંમેશા વધુ સારું કરવાનો પ્રયાસ કરો.  અમે ખૂબ મહેનત કરતા હતા.

https://www.instagram.com/sonytvofficial/

કરિશ્મા કપૂર સુપરસ્ટાર રણધીર કપૂર અને બબીતાની દીકરી છે, જેમણે બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો છે, દીકરી સમાયરા અને દીકરો કિયાન. જો કે, વર્ષ 2016 માં, અભિનેત્રીએ તેના પતિથી અલગ થવાનો નિર્ણય કર્યો. તેની 7 વર્ષની નાની બહેન કરીના કપૂર છે, જેણે અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો તૈમૂર અને જેહ અલી ખાન છે.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, કરિશ્મા કપૂરે 16 વર્ષની ઉંમરે 1991ની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'પ્રેમ કૈદી'થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે 'રાજા બાબુ', 'અનારી', 'અંદાજ અપના અપના', 'ગોપી કિશન', 'રાજા હિન્દુસ્તાની' અને 'દિલ તો પાગલ હૈ' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તે છેલ્લે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ 'મર્ડર મુબારક'માં જોવા મળી હતી.

આ સમાચાર શેર કરો