'Teri Baaton Mein Aisa Uljha Jiya'/ આ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ફિલ્મ
શાહિદ કપૂર અને કૃતિ સેનોનની રોમેન્ટિક કૉમેડી ફિલ્મ ‘Teri Baaton Mein Ai

શાહિદ કપૂર અને કૃતિ સેનોનની રોમેન્ટિક કૉમેડી ફિલ્મ ‘Teri Baaton Mein Aisa Uljha Jiya’ રિલીઝ થતાની સાથે જ બંને લોકો છવાઈ ગયા. પડદા પર પહેલી જ વાર શાહિદ કૃતિ સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો. બંને વચ્ચેની સિઝલીંગ કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી રહી છે. ઓટીટી રિલીઝને કારણે એક વાર ફરીથી ફિલ્મ ચર્ચામાં છે. સિનેમાઘરો પછી ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ચૂકી છે. મોટી સંખ્યામાં દર્શકોનો પ્રેમ મેળવી અને 2024ની સાતમી સૌથી વધારે કમાણી કરનારી ભારતીય ફિલ્મ બન્યા પછી હવે તમે તેને વેબ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર જોઈ શકો છો.
આ એક સાયન્સ ફિક્શન રોમેન્ટિક કૉમેડી ફિલ્મ છે. તે ઓટીટી પ્લેટફોર્મ પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ ચૂકી છે. સોશિયલ મીડિયા પર આ જાણકારી પોતે જ એમેઝોન પ્રાઈમ વીડિયોએ આપી છે.
ફિલ્મનું બજેટ
આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારીએવી કમાણી કરી છે. તેના ગીતો પણ સુપરહિટ છે. જણાવી દઈએ કે 45.85 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 133 કરોડ રૂપિયા કમાયા હતા.
જણાવી દઈએ કે અમિત જોશી અને આરાધના સાહના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મ 9 ફ્રેબુઆરી 2024એ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કૃતિ અને શાહિદ સિવાય દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને ડિમ્પલ કાપડિયા પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ દ્ધારા લગભગ 2 વર્ષે શાહિદ કપૂર પડદા પર પરત ફર્યો છે.






