જાણો હાર્ટ એટેક પછી શ્રેયસ તલપડેના જીવનમાં કેટલો બદલાવ આવ્યો?
શ્રેયસ તલપડે બોલિવૂડના મોસ્ટ ટેલેન્ટેડ અને વર્સેટાઇલ એક્ટરમાંથી એક છે. તેણે 'ઓમ શાંતિ ઓમ'

શ્રેયસ તલપડે બોલિવૂડના મોસ્ટ ટેલેન્ટેડ અને વર્સેટાઇલ એક્ટરમાંથી એક છે. તેણે 'ઓમ શાંતિ ઓમ', 'ઇકબાલ' અને 'ગોલમાલ' ફ્રેન્ચાઇઝી જેવી ફિલ્મોમાં પોતાનું એક્ટિંગ ટેલેન્ટ સાબિત કર્યું છે. જોકે, વર્ષ 2023 એક્ટર માટે ખૂબ જ મુશ્કેલ હતું. તેને 14 ડિસેમ્બર 2023ના રોજ 48 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવ્યો હતો. આ ઘટનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પણ હચમચાવી દીધી હતી. હાર્ટ એટેક આવ્યા બાદ તલપડેના જીવનમાં ઘણો બદલાવ આવ્યો હતો. આ વાતનો ખુલાસો ખુદ એક્ટરે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કર્યો છે.
હાર્ટ એટેક પછી શ્રેયસના જીવનમાં કેટલો બદલાવ આવ્યો?
એક ઈન્ટરવ્યૂમાં શ્રેયસ તલપડેએ જણાવ્યું કે, હાર્ટ એટેક બાદ તેના જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે. તેણે તેને "વધુ રિલેક્સ અને શાંત" ગણાવ્યું, તેણે કહ્યું કે, આ લાઇફ ચેન્જિંગ એક્સપીરિયન્સે તેનું ધ્યાન તેની કારકિર્દીમાંથી તેના સ્વાસ્થ્ય અને પરિવાર, ખાસ કરીને તેની દીકરી તરફ ફોકસ કરી દીધું છે. શ્રેયસે કહ્યું કે, આ ઘટના બાદથી તેની સાથેનો તેનો સંબંધ ગાઢ બન્યો છે અને તે તેની સાથે બોન્ડ શેર કરવાની કદર કરે છે.
હવે ફેમિલી મોમેન્ટને વધુ મહત્ત્વ આપે છે શ્રેયસ
તેણે સમજાવ્યું કે, કેવી રીતે તેણે અગાઉ પોતાનો મોટાભાગનો સમય "ઘોડાની જેમ દોડવામાં" અને પોતાની કારકિર્દીને આગળ વધારવા પર ફોકસ કરવા તથા શ્રેષ્ઠ તકોની શોધમાં વિતાવ્યો હતો. જોકે, તેની તબિયતની બીક પછી, શ્રેયસને ફેમિલી મોમેન્ટ્સ ભેગા કરવા અને પ્રિયજનો સાથેના બોન્ડને શેર કરવાનું મહત્ત્વ સમજાયું. તેણે તેના પર વિચાર કર્યો કે તેણે ભૂતકાળમાં તેના પરિવારને કેવી રીતે હળવામાં લીધો અને તે સુંદર ક્ષણો ચૂકી ગયો જેને તે હવે ખૂબ મહત્ત્વ આપે છે.
શ્રેયસ તલપડે વર્કફ્રન્ટ
પડકારોનો સામનો કરવા છતાં, શ્રેયસ તલપડે ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. શ્રેયસ હવે મલ્ટીસ્ટારર ફિલ્મ વેલકમ ફિલ્મ સીરિઝની ત્રીજી ઈન્સ્ટોલમેન્ટ 'વેલકમ ટુ ધ જંગલ'માં જોવા મળશે. સાથે જ તેની ફિલ્મ ‘લવ યુ શંકર’ 19 એપ્રિલે એટલે કે આજે રિલીઝ થઈ છે.






