મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

કેવી છે શાહરૂખ ખાનની તબિયત? જુહી ચાવલાએ આપ્યું હેલ્થ અપડેટ

બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનને લઈને ચાહકો ખૂબ જ ચિંતિત જણાય છે. શાહરૂખને અમદાવાદની કેડ

કેવી છે શાહરૂખ ખાનની તબિયત? જુહી ચાવલાએ આપ્યું હેલ્થ અપડેટ

બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનને લઈને ચાહકો ખૂબ જ ચિંતિત જણાય છે. શાહરૂખને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, શાહરૂખ ડિહાઈડ્રેશનનો શિકાર હતો. ખરાબ તબિયતના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.  પત્ની ગૌરી ખાન અને અભિનેત્રી જુહી ચાવલા હોસ્પિટલ પહોંચી હતી. હવે જુહીએ શાહરૂખ વિશે એક અપડેટ શેર કર્યું છે. 

જુહીએ જણાવ્યું કે શાહરૂખની તબિયત કેવી છે

શાહરૂખ ખાનના સ્વાસ્થ્ય વિશે વાત કરતી વખતે, અભિનેત્રી જુહી ચાવલાએ તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ શેર કર્યું છે. અભિનેત્રીએ જણાવ્યું હતું કે રાતથી તેની તબિયત સારી ના હતી. પરંતુ હવે અભિનેતાની સારવાર ચાલી રહી છે. અને હવે શાહરૂખ સારું અનુભવી રહ્યો છે. અભિનેત્રીએ વધુમાં કહ્યું કે શાહરૂખ ખાન જલ્દી સ્વસ્થ થઈ જશે અને ફરીથી તેની ટીમને ચીયર કરતો જોવા મળશે.

શાહરૂખને ક્યારે ડિસ્ચાર્જ થશે?

માહિતીનું માનીએ તો કિંગ ખાનને શુક્રવારે સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. કિંગ ખાન આખી રાત ડૉક્ટરની દેખરેખમાં હતા. શાહરૂખની પુત્રી સુહાના ખાન અને પત્ની ગૌરી ખાન હોસ્પિટલમાં હાજર છે.

દેશમાં તીવ્ર ગરમી

હાલ દેશમાં આકરી ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે છે. શાહરૂખ ખાન છેલ્લા બે દિવસથી અમદાવાદમાં હતો. ભારે ગરમીના કારણે તેને ડિહાઈડ્રેશન થઈ ગયું હતું. મેચ બાદ શાહરૂખ ખાન લાંબો સમય મેદાન પર રહ્યો અને પ્રશંસકોનો આભાર માન્યો. આ પછી, મોડી રાત્રે તેઓ તેમની ટીમ સાથે અમદાવાદની એક ફાઈવ સ્ટાર હોટલ પહોંચ્યા. જ્યાં ટીમની સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

22 મેના રોજ સવારે શાહરૂખ ખાનની તબિયત લથડી હતી. આ પછી તેને બપોરે 1 વાગ્યાની આસપાસ કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અભિનેતા શાહરૂખ ખાન હજુ પણ ડોક્ટરોની દેખરેખ હેઠળ કેડી હોસ્પિટલમાં દાખલ છે. જો કે, હાલમાં હોસ્પિટલ તરફથી મૂળભૂત રીતે કંઈ કહેવામાં આવી રહ્યું નથી.

આવી સ્થિતિમાં, શાહરૂખ ખાનના ચાહકો તેના જલ્દી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ખૂબ જ જલ્દી કિંગ ખાન તેના ચાહકોની સામે આવશે અને તેની હેલ્થ અપડેટ શેર કરશે.

આ સમાચાર શેર કરો