મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

CMનો આર્કિટેક્ટ પુત્ર કેવી રીતે બન્યો બોલિવૂડ એક્ટર? અત્યાર સુધીમાં આપી 19 ફ્લોપ ફિલ્મો

બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રિતેશ દેશમુખ, જે છેલ્લા બે દાયકાથી પોતાના

CMનો આર્કિટેક્ટ પુત્ર કેવી રીતે બન્યો બોલિવૂડ એક્ટર? અત્યાર સુધીમાં આપી 19 ફ્લોપ ફિલ્મો

બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રિતેશ દેશમુખ, જે છેલ્લા બે દાયકાથી પોતાના ઉત્તમ કોમિક ટાઈમિંગથી દરેકનું મનોરંજન કરી રહ્યો છે, તે ખરેખર અગાઉ આર્કિટેક્ટ હતો. તેણે તેની કારકિર્દીમાં એક અલગ રસ્તો પસંદ કર્યો હતો. આજે પણ તે આર્કિટેક્ટ છે અને ઈન્ટીરીયર ડિઝાઇનીંગ કંપની પણ ચલાવે છે. પરંતુ આ પછી પણ તેણે કેવી રીતે ફિલ્મોમાં પોતાનો રસ્તો શોધી કાઢ્યો અને પોતાની ઓળખ બનાવી, ચાલો આજે તમને જણાવીએ.

આ પણ વાંચો: સોનાક્ષી સિંહાના ઉછેર પર મુકેશ ખન્નાએ કહી હતી આ મોટી વાત, હવે એક્ટ્રેસે આપ્યો જવાબ

રિતેશ દેશમુખનો જન્મ 17 ડિસેમ્બર 1978ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ હતા. ક્રિકેટના શોખીન રિતેશે કમલા રહેજા કોલેજ ઓફ આર્કિટેક્ચરમાંથી આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો છે. તે ડિઝાઇનર બની ગયો હતો અને આર્કિટેક્ટ તરીકે વિદેશમાં કામ કરતો હતો. પરંતુ વિદેશમાં કામ કરતો આ આર્કિટેક્ટ ભારતનો એક સારો કલાકાર બની જશે એવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય. પરંતુ ચાલો તમને જણાવીએ કે તેની શરૂઆત કેવી રીતે થઈ.

દિગ્દર્શકની નજર પડી

રિતેશ દેશમુખને પણ એક્ટિંગમાં રસ હતો. આર્કિટેક્ચરના અભ્યાસની સાથે તેણે વિદેશમાં એક્ટિંગના કોર્સ પણ કર્યા. એકવાર તે ફિલ્મ નિર્દેશક સુભાષ ઘાઈ સાથે શૂટિંગ સેટ પર ગયો હતો. ત્યાં તેની મુલાકાત સિનેમેટોગ્રાફર કબીર લાલ સાથે થઈ. તેણે રિતેશને જોયો અને તેને ફિલ્મની ઓફર કરી. ફિલ્મનું નામ હતું 'તુઝે મેરી કસમ'. આ ફિલ્મથી જ રિતેશે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની ઓપોઝીટ જેનેલિયા ડિસોઝા હતી. જેની સાથે રિતેશે 2012માં લગ્ન કર્યા હતા.

કરિયરમાં હિટ-ફ્લોપ

રિતેશ વિશે એવું કહી શકાય કે તેણે પોતાના કરિયરમાં અલગ-અલગ પ્રકારના રોલ કર્યા છે. જ્યારે નિર્માતાઓ તેની પાસેથી કોમેડી ઈચ્છતા હતા, ત્યારે તેણે તે કર્યું. જ્યારે મેકર્સ ઈચ્છતા હતા કે તે નેગેટિવ રોલ કરે તો તેણે તે પણ કર્યું. પરંતુ બોક્સ ઓફિસ પર તેનો રેકોર્ડ તેની પ્રતિભાને યોગ્ય નથી ઠેરવતો. એક અહેવાલો અનુસાર, રિતેશ દેશમુખે તેની 21 વર્ષના કરિયરમાં માત્ર 1 સુપરહિટ ફિલ્મ આપી છે. તે છે 'ગ્રાન્ડ મસ્તી' જે મલ્ટી સ્ટારર ફિલ્મ હતી.

જોકે અભિનેતાએ 11 હિટ ફિલ્મો પણ આપી છે. પરંતુ આ આંકડો તેની ફ્લોપ ફિલ્મો કરતા ઘણો ઓછો છે. રિતેશે પોતાના કરિયરમાં કુલ 19 ફ્લોપ ફિલ્મો આપી છે. હવે એક્ટતે તેના કરિયરની બીજી ઈનિંગ શરૂ કરી છે. હવે તે ડિરેક્ટર પણ બની ગયો છે. તેની ફિલ્મ 'વેડ'ને ફેન્સ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

આ સમાચાર શેર કરો