Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Honey Singh likes Yash's 'Raavan' avatar: Appreciating it, he said - even more than Ranbir bhai...

VIDEO: હની સિંહને પસંદ આવ્યો યશનો 'રાવણ' અવતાર: તારીફ કરતા કહ્યું- રણબીર ભાઈ કરતાં પણ... 

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પ્રખ્યાત રેપર હની સિંહ નિતેશ તિવારીની આગામી ફિલ્મ ‘રામાયણ’ના ટ્રેલરમાં યશનો રાવણ અવતાર જોઈને ગદગદ થઈ ગયા છે. પોતાના ઇન્સ્ટાગ્રામ લાઈવ સેશન દરમિયાન હની સિંહે ફિલ્મના ટ્રેલર પર પોતાની પ્રતિક્રિયા આપી અને રોકિંગ સ્ટાર યશના લુક તેમજ એક્ટિંગના ભરપૂર વખાણ કર્યા. રેપરે યશને શાનદાર ગણાવતા કહ્યું કે તે ફિલ્મમાં ભગવાન રામનું પાત્ર ભજવી રહેલા રણબીર કપૂર કરતાં પણ વધુ દમદાર નજરે પડી રહ્યા છે.

App Store

ફેન્સ સાથે વાત કરતા હની સિંહે કહ્યું, ‘યશ ભાઈ આપણા બેંગલુરુના છે અને ફિલ્મમાં રાવણ બન્યા છે. મિત્રો સાચું કહું તો મેં રામાયણનું ટ્રેલર જોયું છે. હું પોતે શ્રીરામનો ખૂબ મોટો ભક્ત છું, મારે રાવણ સાથે કોઈ ખાસ લેવાદેવા નથી પરંતુ યશ ભાઈ શું લાગી રહ્યા છે! મારા વ્યક્તિગત અભિપ્રાયમાં તે મને રણબીર ભાઈ કરતાં પણ વધુ સારા લાગ્યા.’

હની સિંહે ફિલ્મને લઈને ચિંતા વ્યક્ત કરી

પોતાની વાત આગળ વધારતા હની સિંહે આશા વ્યક્ત કરી કે આ ફિલ્મ કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ નહીં પહોંચાડે. તેમણે કહ્યું, ‘હું બસ એ જ આશા રાખું છું કે ફિલ્મ ખૂબ જ શ્રેષ્ઠ બને અને કોઈના સેન્ટિમેન્ટ્સ હર્ટ ન થાય. બાળપણથી જે પવિત્રતા સાથે આપણે રામાયણ અને દિલ્હી-કરમપુરાની રામલીલાઓ જોતા આવ્યા છીએ, આ ફિલ્મ પણ એટલી જ પવિત્ર રહે. એમાં કોઈ પણ પ્રકારની અણગમતી છેડછાડ ન કરવામાં આવે, કારણ કે આની સાથે આપણા બાળપણની  ભાવનાઓ જોડાયેલી છે.’

યશે કેમ પસંદ કર્યો ‘રામાયણ’માં રાવણનો રોલ?

‘રામાયણ’માં રાવણનો રોલ ભજવી રહેલા યશ તાજેતરમાં ‘આપ કી અદાલત’ શોમાં પહોંચ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે રાવણ જેવો નેગેટિવ રોલ કેમ પસંદ કર્યો, તો યશે સહજતાથી કહ્યું, ‘શ્રીરામની સારપ અને મહાનતાને ઉપસાવવા માટે રાવણની ખરાબીને પણ એટલી જ મજબૂતીથી બતાવવી જરૂરી છે. અને મારાથી સારી રીતે પડદા પર ખરાબી કોઈ નથી બતાવી શકતું.’ જ્યારે તેમને મજાકમાં પૂછવામાં આવ્યું કે શું તેમણે ઓનસ્ક્રીન બેડ બોય બનવાની પૂરી જવાબદારી લીધી છે, તો યશે હસીને જવાબ આપ્યો, ‘જ્યારે હું કોઈ પોઝિટિવ કે સારો રોલ પણ કરીશ, ત્યારે પણ મારાથી શ્રેષ્ઠ એ રોલ કોઈ નહીં ભજવી શકે.’

ટોપિક્સ:GSTV NewsGujarati News