VIDEO: ગૃહમંત્રી અમિત શાહની સંસદમાં ચર્ચા માટે ખુલ્લી ચેલેન્જ...કહ્યું, સરકાર દરેક વિષય પર વિગતવાર ચર્ચા કરવા તૈયાર
સોર્સ : gstv
NEET પેપર લીક અને જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામસામે આવી ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે સરકાર પાસે છુપાવવા માટે કંઈ નથી અને તેઓ આજે જ આ મુદ્દે ચર્ચા કરવા તથા દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છે. જો જરૂર પડે તો પ્રશ્નકાળ સ્થગિત કરીને પણ આ મુદ્દે સંસદના નિયમો અનુસાર ચર્ચા થઈ શકે છે, પરંતુ વિપક્ષ માત્ર હંગામો કરીને ચર્ચાથી ભાગી રહ્યો છે.

