VIDEO: ગૃહમંત્રી અમિત શાહની ચર્ચા માટે ખુલ્લી ચેલેન્જ, રાહુલ ગાંધીનો પલટવાર
સોર્સ : gstv
NEET પેપર લીક અને જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામસામે આવી ગયા છે. એક તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે, સરકાર પાસે છુપાવવા માટે કંઈ નથી અને હું આજે જ આ મુદ્દે ચર્ચા કરવા તથા દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છું. અમિત શાહે કહ્યું કે, સરકાર NEET મુદ્દે વિદ્યાર્થીઓના આંદોલન અને વિપક્ષના તમામ આક્ષેપોના જવાબો આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જો જરૂર પડે તો પ્રશ્નકાળ સ્થગિત કરીને પણ આ મુદ્દે સંસદના નિયમો અનુસાર ચર્ચા થઈ શકે છે, પરંતુ વિપક્ષ માત્ર હંગામો કરીને ચર્ચાથી ભાગી રહ્યો છે.

