'હીરામંડી'નું બીજું ગીત 'તિલસ્મી બાહેં' રિલીઝ, સોનાક્ષીએ બતાવી જબરદસ્ત અદાઓ!
સંજય લીલા ભણસાલીની મોસ્ટ અવેઇટેડ વેબ સીરિઝ 'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર'ન

સંજય લીલા ભણસાલીની મોસ્ટ અવેઇટેડ વેબ સીરિઝ 'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર'નું પ્રીમિયર OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 1 મે, 2024ના રોજ રિલીઝ થવાનું છે. સીરિઝના પ્રીમિયર પહેલા મેકર્સે તેનું બીજું ગીત 'તિલસ્મી બાહેં' રિલીઝ કર્યું છે. 'તિલસ્મી બાહેં'ને સંજય લીલા ભણસાલીએ કમ્પોઝ કર્યું છે. આ પહેલા 'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર'નું ગીત 'સકલ બન' રિલીઝ થયું હતું.
સોનાક્ષી સિંહાની અનોખી સ્ટાઈલ
'તિલસ્મી બાહેં' ગીતમાં સોનાક્ષી સિંહા તેના સૌથી સુંદર લુકમાં જોવા મળી રહી છે. તેનો કેરફ્રી અને આકર્ષક અંદાજ દર્શકોને તેની તરફ ખેંચે છે. સોનાક્ષી સિન્હા માટે આ તેનું અત્યાર સુધીનું સૌથી મહત્ત્વનું સિંગલ ગીત માનવામાં આવે છે. સોનાક્ષી ગોલ્ડન સાડી, ગળામાં ડાયમંડ નેકલેસ અને કર્લી વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમજ તે હાથમાં ડ્રિંક અને સિગારેટ લઈને મહેફિલની વચ્ચે બેઠેલી જોવા મળે છે. સોનાક્ષી આ ગીતમાં એટલી આકર્ષક લાગી રહી છે કે તેના પરથી કોઈ નજર જ નહીં હટાવી શકે.
'તિલસ્મી બાહેં' સોશિયલ મીડિયા પર છવાયું
'હીરામંડી' સીરિઝનું બીજું ગીત 'તિલસ્મી બાહેં' રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયું છે. 'તિલસ્મી બાહેં' ગીત સંજય લીલા ભણસાલીએ કમ્પોઝ કર્યું છે. ગીતમાં ભણસાલીએ એનર્જી અને રિધમ સાથે પ્રસ્તુત કર્યું છે. 'તિલસ્મી બાહેં'માં જે રીતે સ્ટોરી સેટ કરવામાં આવી છે તે પણ વખાણવાલાયક છે. સંગીત અને ગીતોની સાથે સોનાક્ષી સિંહાએ પણ પોતાના અનોખા અવતારથી દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
હીરામંડીમાં હશે આટલા એપિસોડ, 190 દેશોમાં રિલીઝ થશે સીરિઝ
ભણસાલી પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી સીરિઝ 'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર'નું નિર્દેશન સંજય લીલા ભણસાલી પોતે કરી રહ્યા છે. તેમના પ્રોડક્શન હાઉસે બોલિવૂડને ઘણી કોમર્શિયલ હિટ ફિલ્મો આપી છે. જેમાં દેવદાસ, પદ્માવત, બાજીરાવ મસ્તાની અને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના નામનો સમાવેશ થાય છે. તેમનો નવો પ્રોજેક્ટ હીરામંડી છે, જેમાં કુલ 8 એપિસોડ હશે. આ સીરિઝ નેટફ્લિક્સ પર 190 દેશોમાં લોન્ચ કરવામાં આવશે.
સીરિઝની સ્ટોરી અને સ્ટારકાસ્ટ
'હીરામંડી: ધ ડાયમંડ બઝાર' બ્રિટિશ રાજ સામે ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન, લાહોરના હીરામંડીના રેડ-લાઇટ ડિસ્ટ્રિક્ટમાં ગણિકાઓનું જીવન દર્શાવે છે. સીરિઝમાં સ્ટારકાસ્ટની એક લાંબી લિસ્ટ છે. સીરિઝમાં સોનાક્ષી સિન્હા ઉપરાંત અદિતિ રાવ હૈદરી, મનીષા કોઈરાલા, રિચા ચડ્ઢા, સંજીદા શેખ, શર્મિન સેહગલ, ફરીદા જલાલ જેવી અભિનેત્રીઓ જોવા મળશે.








