મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: એરપોર્ટ પર વિગ વગર જોવા મળી હિના ખાન, કેમેરા સામે છુપાવ્યો ચહેરો, પેપ્સને કરી આવી રિક્વેસ્ટ

ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ હિના ખાન તાજેતરમાં એક કાર્યક્રમ માટે દિલ્હી ગઈ હતી. જ

VIDEO: એરપોર્ટ પર વિગ વગર જોવા મળી હિના ખાન, કેમેરા સામે છુપાવ્યો ચહેરો, પેપ્સને કરી આવી રિક્વેસ્ટ

ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ હિના ખાન તાજેતરમાં એક કાર્યક્રમ માટે દિલ્હી ગઈ હતી. જ્યાં પોતાનું કામ પૂરું કરીને એક્ટ્રેસ હવે મુંબઈ પાછી આવી ગઈ છે. આવી સ્થિતિમાં, પાપારાઝીએ એક્ટ્રેસને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરી હતી. જ્યાં એક્ટ્રેસ હૂડીથી ચહેરો છુપાવતી જોવા મળી હતી તેનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એરપોર્ટ પર વિગ વગર જોવા મળી હિના ખાન

હિના ખાનના એરપોર્ટ લુકનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક્ટ્રેસ એરપોર્ટથી બહાર આવીને પોતાની કાર તરફ જતી જોવા મળે છે. આ દરમિયાન હિના ખાન મેકઅપ અને વિગ વગર જોવા મળી હતી તેણે પિંક કલરની હૂડી પહેરી હતી. જેના કારણે તે પોતાનો ચહેરો છુપાવતી પણ જોવા મળી હતી પરંતુ પાપારાઝી સતત એક્ટ્રેસના ફોટા ક્લિક કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં એક્ટ્રેસ થોડી ચિંતિત દેખાઈ હતી. તેણે પેપ્સને કહ્યું, 'અરે, જલ્દી જલ્દી, આમ ન કરો... ઘરે જાઓ, શુભ રાત્રિ'

પાપારાઝી પર ગુસ્સે થયા હિનાના ફેન્સ

જોકે, હિનાની વિનંતી છતાં, પેપ્સ સહમત થતા નથી અને એક્ટ્રેસની પાછળ દોડવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં હિના ઝડપથી ચાલીને પોતાની કારમાં બેસી જાય છે. હિનાનો આ વીડિયો જોયા બાદ યુઝર્સ હવે પેપ્સ પર ગુસ્સે થતા જોવા મળી રહ્યા છે. એકે લખ્યું, 'તેને એકલી છોડી દો..' બીજાએ લખ્યું, 'તેને જોઈને લાગે છે કે, તે અત્યારે ઠીક નથી, થોડી તો માનવતા રાખો. કેટલાક ફેન્સ એક્ટ્રેસને સ્ટ્રોંગ લેડી કહેતા પણ જોવા મળ્યા હતા.

બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છે હિના

ઉલ્લેખનીય છે કે, હિના ખાન બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. એક્ટ્રેસે પોતે આ માહિતી સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે શેર કરી હતી. જોકે, આ મુશ્કેલ સમયમાં પણ એક્ટ્રેસ હાર નથી માની રહી અને તેના વર્ક કમિટમેન્ટ પૂરા કરી રહી છે.

આ સમાચાર શેર કરો