મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

બ્રેસ્ટ કેન્સરથી પીડાઈ રહેલી હિના ખાનને થઈ હવે વધુ એક નવી બીમારી, પોસ્ટમાં છલકાયું દર્દ, લખ્યું...'

ટીવીની સૌથી ફેમસ એક્ટ્રેસ હિના ખાન તેના જીવનના સૌથી ખરાબ તબક્કામા

બ્રેસ્ટ કેન્સરથી પીડાઈ રહેલી હિના ખાનને થઈ હવે વધુ એક નવી બીમારી, પોસ્ટમાં છલકાયું દર્દ, લખ્યું...'

ટીવીની સૌથી ફેમસ એક્ટ્રેસ હિના ખાન તેના જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. એક્ટ્રેસ બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે. હાલ હિના ખાન કીમોથેરાપી કરાવી રહી છે અને સમયાંતરે તેના સ્વાસ્થ્ય અંગે પોસ્ટ કરીને ફેન્સને માહિતી પણ આપતી રહે છે. હવે હિનાએ તેની હેલ્થ અંગે નવી અપડેટ ફેન્સ સાથે શેર કરી રહી છે. આ બધાની વચ્ચે અભિનેત્રીની એક લેટેસ્ટ પોસ્ટે ફેન્સને દુઃખી કરી દીધા છે. જેમાં હીનાએ જણાવ્યું છે કે, કીમોથેરાપીની આડઅસરને કારણે તેને એક નવો રોગ થયો છે.

મ્યુકોસાઇટિસથી પીડિત છે હિના ખાન

હિના ખાન સ્ટેજ થ્રી બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે. હવે એક્ટ્રેસે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો છે કે, તેને કીમોથેરાપીની આડઅસરોને કારણે મ્યુકોસાઇટિસની બીમારી થઈ ગઈ છે. હિનાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “કીમોથેરાપીની બીજી આડઅસર મ્યુકોસાઇટિસ છે. જોકે, હું તેની સારવાર માટે ડૉક્ટરોની સલાહનું પાલન કરી રહી છું. જો તમારામાંથી કોઈ આમાંથી પસાર થયું હોય અથવા કોઈ ઉપયોગી ઉપાય જાણતું હોય તો પ્સીઝ મને સજેસ્ટ કરો. જ્યારે તમે ખાઈ શકતા નથી ત્યારે તે ખરેખર મુશ્કેલ છે. તે મને ઘણી મદદ કરશે."

હિનાએ ફેન્સને પ્રાર્થના કરવાની અપીલ કરી

હિના ખાને તેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “પ્લીઝ સજેસ્ટ કરો. પ્રાર્થના કરો.” એક્ટ્રેસની આ પોસ્ટ બાદ ઘણા ફેન્સ તેના સાજા થવા માટે સજેશન અને પ્રાર્થના પણ કરી રહ્યા છે. એક ફેને લખ્યું, "જલ્દી સાજા થાઓ." બીજાએ લખ્યું, "જલ્દી સાજા થાઓ. તમારા માટે પ્રાર્થના કરીએ છીએ." તો અન્ય એક યુઝરે લખ્યું, "સારવાર કરાવો, એક ખરાબ સલાહ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે."

હિના ખાને આપી હેલ્થ અપડેટ

ઉલ્લેખનીય છે કે, હિનાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર હેલ્થ અપડેટ શેર કર્યું હતું અને કહ્યું હતું કે, તેણે કીમોથેરાપીનો પાંચમો રાઉન્ડ પૂરો કર્યો છે, જ્યારે હજુ ત્રણ સેશન બાકી છે. હિનાએ તેના ફેન્સને કહ્યું હતું કે, "હું જાણું છું કે હું ક્યારેક ગાયબ થઈ જઉં છું, અને તમે બધા ચિંતિત થઈ જાઓ છો કે, હું ક્યાં છું અને હું કેવી છું. પણ હું ઠીક છું. મેં મારું પાંચમું કીમો ઇન્ફ્યુઝન પૂરું કર્યું છે, વધુ ત્રણ કીમો ઇન્ફ્યુઝન બાકી છે." હિનાએ આગળ કહ્યું, "કેટલાક દિવસો ખૂબ જ મુશ્કેલ હોય છે, જેમ કે આજનો દિવસ સારો છે અને હું વધુ સારું અનુભવું છું. "

એક્ટ્રેસે આગળ કહ્યું, "અને ક્યારેક ગાયબ થઈ જવું ઠીક છે કારણ કે, મને સાજા થવા અને સારું અનુભવવા માટે તે સમયની જરૂર છે. બાકી બધું સારું છે, તમે બધા પ્રાર્થના કરતા રહો. આ એક તબક્કો છે, પસાર થઈ જશે, તેને પસાર કરવો જ પડશે અને હું ઠીક થઈ જઈશ. મને ભગવાનમાં પૂરી શ્રદ્ધા છે. અને હું લડી રહી છું. તો, હા, મને તમારી પ્રાર્થનાઓમાં યાદ રાખો."

આ સમાચાર શેર કરો