ફેનના આવા વ્યવહારથી ગુસ્સે થઈ હેમા માલિની, વીડિયો વાયરલ થતાં યુઝર્સ બોલ્યા- ‘જયા અમિતાભ બચ્ચનની બહેન’
હેમા માલિનીએ તાજેતરમાં જ મુંબઈમાં

હેમા માલિનીએ તાજેતરમાં જ મુંબઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ત્યાં તે તેના એક ફેનના વ્યવહારથી ગુસ્સે થઈ ગઈ હતી. હેમાએ તરત જ તે મહિલા ફેનને ચેતવણી આપી. ફેન્સ ઘણીવાર તેમના મનપસંદ સ્ટાર્સને જોયા પછી પાગલ થઈ જાય છે, અને ઘણીવાર તેમની સાથે ફોટો ક્લિક કરાવવા માટે વિચિત્ર વ્યવહાર કરવા લાગે છે. ઘણી વખત કેટલાક ફેન્સ સેલેબ્સને ટચ પણ કરે છે. તેના ખભા પર હાથ મૂકે છે. તાજેતરમાં હેમા માલિની સાથે પણ આવું જ કંઈક થયું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો 21 ઓગસ્ટના રોજ આયોજિત એક ઈવેન્ટનો છે, જેમાં હેમા માલિની ફેન્સને મળતી અને તેમની સાથે તસવીરો પડાવતી જોવા મળે છે. ત્યારે એક મહિલા ફેને તેનો ફોટો ક્લિક કરાવતા તેની કમર પર હાથ મુક્યો હતો. આનાથી હેમા અનકમ્ફર્ટેબલ મહેસુસ કરવા લાગી અને તે ફેન પર ગુસ્સે થઈ ગઈ હતી.
હેમા માલિનીએ ગુસ્સામાં કહ્યું- અડશો નહીં
હેમા માલિનીએ તરત જ ફેનનો હાથ હટાવ્યો અને કહ્યું, 'ટચ નહીં, હાથ નહીં.' હેમા માલિનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યારે ફેન્સ અભિનેત્રીને સમર્થન આપી રહ્યા છે ત્યારે કેટલાક યુઝર્સે પોતાનો ગુસ્સો ડ્રીમ ગર્લ પર કાઢ્યો હતો. તેમણે હેમા માલિનીના વ્યવહારની ટીકા કરી હતી.
કોણે શું કહ્યું?
એકે લખ્યું, 'આખી જિંદગી પુરુષો સાથે કામ કર્યું અને હવે વૃદ્ધાવસ્થામાં તેને મહિલાના હાથનો સ્પર્શ થવા સામે વાંધો છે.' અન્ય એક યુઝરે લખ્યું, 'જયા બચ્ચન અને હેમા માલિની ખૂબ જ અસંસ્કારી છે.' અન્ય એક યુઝરે લખ્યું, 'ફેન્સનો વાંક છે, તેઓ શા માટે આવા અહંકારી અને મૂર્ખ સેલિબ્રિટી સાથે ફોટો ક્લિક કરાવવા જાય છે?' અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, 'જયા અમિતાભ બચ્ચનની બહેન છે.'






