હીરામંડીની 'ગણિકા', જેની સુંદરતાનું ચાહક હતું આખું લાહોર, પણ પછી તેના જ પતિએ મારી દીધી ગોળી
હીરામંડી પાકિસ્તાનના લાહોરમાં સ્થિત છે. આ એવો વિસ્તાર છે, જ્ય

હીરામંડી પાકિસ્તાનના લાહોરમાં સ્થિત છે. આ એવો વિસ્તાર છે, જ્યાં દાયકાઓથી વેશ્યાવૃત્તિ ચાલી રહી છે. મુઘલોના શાસનકાળથી જે વેશ્યાવૃત્તિનો ધંધો ચાલી રહ્યો છે તે પોતાનામાં ખૂબ જ વિશિષ્ટ છે. મુઘલ શાસન દરમિયાન, નવાબો ગણિકાઓના મુજરા જોવા માટે હીરામંડી જતા હતા. એ જમાનાની ગણિકાઓની કામગીરી જોવા માટે નવાબો માત્ર લાહોરથી જ નહીં પણ હજારો માઈલ દૂર લખનૌ અને હૈદરાબાદથી આવતા હતા. સમય વીતતો ગયો અને ટૂંક સમયમાં જ વેશ્યાવૃત્તિનો ધંધો ચરમસીમાએ પહોંચવા લાગ્યો. તે વર્ષ 1843 હતું, જ્યારે લાહોરમાં મહારાજા રણજીત સિંહનું શાસન હતું. તેમના પુત્રનું નામ હીરા સિંહ ડોબરા હતું. તેમને લાહોરના વડાપ્રધાન બનાવવામાં આવ્યા. તેમના નામ પરથી આ વિસ્તારનું નામ હીરામંડી પડ્યું.
આ પણ વાંચોઃ સલમાન ખાનની બહેન અર્પિતા સાથે છૂટાછેડાના સમાચાર પર આયુષ શર્માએ તોડ્યું મૌન, કહ્યું...
જ્યારે ફિલ્મ નિર્માતા ખ્વાજા મઝહર પહોંચ્યા હીરામંડી...
વર્ષ 1970માં ફિલ્મ નિર્માતા ખ્વાજા મઝહર તેની ફિલ્મ કાસોની સ્ટાર કાસ્ટ માટે મહિલા અભિનેત્રીની શોધમાં હતો. આ શોધમાં મઝહર હીરામંડી પહોંચી ગયો હતો. ત્યાં તેની નજર નરગિસ પર પડી. તેણે પોતાની ફિલ્મમાં નરગિસને કાસ્ટ કરવાની વાત કરી. નરગિસ આ ફિલ્મ માટે તૈયાર પણ થઈ ગઈ હતી. જોકે, આ નરગિસની પહેલી ફિલ્મ નહોતી. આ પહેલા પણ નરગિસે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. વર્ષ 1964માં નરગિસે તેની પહેલી ફિલ્મ ‘ઈશરત’થી પાકિસ્તાની સિનેમામાં પ્રવેશ કર્યો હતો.
નરગિસ માટે પાગલ બન્યો મઝહર પરંતુ...
ફિલ્મ કાસોના શૂટિંગ દરમિયાન જ મઝહરને નરગિસ સાથે પ્રેમ થઈ ગયો અને બનેએ લગ્ન કરી લીધા. જોકે, તે સમય દરમિયાન, લાહોરમાં એક નિયમ હતો કે, જ્યારે પણ કોઈ છોકરી હીરામંડીમાંથી લગ્ન કરીને જાય છે, ત્યારે છોકરાએ તેની યોગ્ય કિંમત ચૂકવવી પડે છે. તમામ નિયમો અને શરતો છતાં ખ્વાજા મઝહરે નિગ્ગો સાથે લગ્ન કર્યા. નરગિસની માતાને તેનું ફિલ્મોમાં કામ કરવું પસંદ નહોતું. કોઈક રીતે તેણે પોતાની બીમારીનું બહાનું બનાવીને નરગિસને કોઠામાં પાછી બોલાવી લીધી.
લાંબો સમય તેની માતા સાથે રહ્યા પછી નિગ્ગો પણ મઝહરથી દૂર જવા લાગી. મઝહરના વારંવાર બોલાવવા પર પણ નિગ્ગો પાછી ન આવી. આ દરમિયાન એક દિવસ મઝહર નરગિસને લેવા હીરામંડી પહોંચી ગયો. મઝહરે નિગ્ગોને તેની સાથે પાછા જવા કહ્યું, પરંતુ નિગ્ગોએ તેની વાત સાંભળી નહીં. તે પછી કંઈક એવું બન્યું જેની કોઈને ખબર પણ ન પડી. મઝહરે ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી અને નિગ્ગોને ગોળી મારી દીધી. નરગિસનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. આ પછી મઝહરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
સંજય લીલા ભણસાલીની હીરામંડી સીરિઝને કેવો પ્રતિસાદ મળ્યો?
હાલમાં જ નેટફ્લિક્સ પર આવેલી હીરામંડી ઘણી ચર્ચામાં છે. હીરામંડી એ બોલિવૂડ દિગ્દર્શક સંજય લીલા ભણસાલી દ્વારા બનાવવામાં આવેલી ડ્રામા સીરિઝ છે, જે 1 મેના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. મુખ્ય ભૂમિકાઓમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિન્હા, રિચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી, સંજીદા શેખ અને શર્મિન શહેગલનો સમાવેશ થાય છે. આ સીરિઝને લઈને લોકો ખૂબ જ સારા રિવ્યૂ આપી રહ્યા છે. તેને 4.5નું રેટિંગ પણ આપવામાં આવ્યું છે.








