VIDEO / ‘હીરામંડી’ના ઉસ્તાદજીએ જણાવ્યો સિરીઝના પ્રીમિયરનો કિસ્સો, કહ્યું- 'ભણસાલીએ મને વારંવાર કિસ કરી'
સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરામંડી' હાલ ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. મનીષા કોઈરાલ

સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરામંડી' હાલ ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા અને અદિતિ રાવ હૈદરી અભિનીત આ સિરીઝમાં 'ઉસ્તાદજી' નામનું પાત્ર ભજવનાર એક્ટર ઈન્દ્રેશ મલિકની પણ ઘણી પ્રશંસા થઈ રહી છે.
ઈન્દ્રેશ મલિકની એક્ટિંગની નિર્દેશક ભણસાલીએ કરી પ્રસંશા
ઈન્દ્રેશ મલિકની એક્ટિંગના ઓડીયન્સ તો વખાણ કરે જ છે પણ નિર્દેશક ભણસાલી પણ તેમના કામની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ બાબતે એક ઇન્ટરવ્યુમાં મલિકે જણાવ્યું કે ‘પ્રીમિયર શોમાં ભણસાલીએ મને ગળે લગાડીને એક કે બે નહીં પરંતુ એક પછી એક એમ ઘણી કિસ કરી.’ જેનો વીડિયો પણ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
મલિકે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો
ઈન્દ્રેશ મલિકે કહ્યું, ‘પ્રીમિયર વખતે મને ખૂબ પરસેવો વળતો હતો અને પછી મારી આંખોમાં આંસુ આવી ગયા કારણ કે મને લાગતું ન હતું કે ભણસાલી મને ગળે મળશે. મેં તેમને હેલો કહ્યું અને હું તેમને પગે લાગવા જઈ રહ્યો હતો, પરંતુ તેમણે મને ગળે લગાવી લીધો અને ઘણી કિસ કરી. મને ખૂબ જ પરસેવો વળતો હતો આથી લાગ્યું કે પરસેવો તેમના મોઢામાં ગયો હશે."
પ્રખ્યાત ‘નથ’ સીન વિશે પણ વાત કરી
ઈન્દ્રેશ મલિકે એક ઇન્ટરવ્યુમાં પ્રખ્યાત ‘નથ’ સીન વિશે પણ વાત કરતા કહ્યું કે, "હું ફિલ્મ ડિરેક્ટરના વિઝનને સમજી શક્યો હતો. નથવાળો સીન ખૂબ ડીપ હતો. તેમણે મને ખૂબ જ વિગતવાર સમજાવ્યું કારણ કે તેમની પાસે એક વિઝન હતું, જે હું શરૂઆતમાં સમજી શકતો ન હતો." ઈન્દ્રેશ મલિકે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સિરીઝના શૂટિંગ અને પોસ્ટરો સહિત પોસ્ટ શેર કરી છે.






