સંજય લીલા ભણસાલી સાથે કામ કરવા માટે 15 મહિના સુધી આપ્યું ઓડિશન, અંતે ‘હીરામંડી’માં મળ્યો રોલ
સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડીઃ ધ ડાયમંડ બાઝાર’ OTT પ્લેટફોર્

સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડીઃ ધ ડાયમંડ બાઝાર’ OTT પ્લેટફોર્મ Netflix પર ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ‘લવ કા ધી એન્ડ’ ફેમ એક્ટર તાહા શાહ બદુશા આ સિરીઝમાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. પોતાના પાત્ર વિશે રસપ્રદ ખુલાસો કરતા તાહાએ કહ્યું કે તેણે હીરામંડી માટે 3 જ દિવસ શૂટિંગ કર્યું હોવા છતાં લાંબા સમય સુધી તેના પાત્ર માટે ઓડિશન આપ્યું હતું. અભિનેતા બનવાના સપના સાથે અબુ ધાબીથી મુંબઈ આવેલો તાહા શાહ બદુશા હંમેશા સંજય લીલા ભણસાલી સાથે કામ કરવા માંગતો હતો.
પોતાના ઓડિશન વિશે વાત કરતા તાહાએ કહ્યું કે, “મેં હંમેશા ઈન્ડસ્ટ્રીના કેટલાક દિગ્ગજ કલાકારો સાથે કામ કરવાનું સપનું જોયું છે. અને મારી આ યાદીમાં સંજય લીલા ભણસાલીનું નામ સૌથી ઉપર આવે છે. આ જ કારણ છે કે મેં તેમની સાથે કામ કરવા માટે 15 મહિના સુધી આ ઓડિશન આપ્યું અને અંતે મને આ ધીરજના મીઠા ફળ મળ્યા. જો કે, મેં આ વેબ સિરીઝ માટે માત્ર 3 જ દિવસ શૂટિંગ કર્યું છે. પરંતુ ત્રણ દિવસમાં મને સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાનો મોકો મળ્યો. તેમની પાસેથી મળેલું માર્ગદર્શન ભવિષ્યમાં પણ મારા માટે ઉપયોગી થશે.”
‘તાજઃ ડિવાઈડ બાય બ્લડ’માં વિલન હતો
તમને જણાવી દઈએ કે, તાહા શાહ નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘હીરામંડી’માં ‘તાજદાર’ના રોલમાં જોવા મળશે. તાજેતરમાં, નેટફ્લિક્સે તાજદારના પાત્રનો એક રસપ્રદ પ્રોમો શેર કર્યો છે. જો કે, તાહાએ તેના પાત્ર વિશે કોઈ માહિતી શેર કરી નથી. પરંતુ તેને વિશ્વાસ છે કે ફેન્સને તેનું પાત્ર ખૂબ ગમશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા તાહા Zee5ની વેબ સિરીઝ ‘તાજઃ ડિવાઈડ બાય બ્લડ’માં જોવા મળ્યો હતો. આ સિરીઝમાં તેણે અકબરના ભાઈ મુરાદની ભૂમિકા ભજવી હતી. તેના દ્વારા ભજવવામાં આવેલા નેગેટિવ રોલની સરખામણી રણવીર સિંહના ‘ખિલજી’ પાત્ર સાથે કરવામાં આવી હતી.






