હેરી પોટર અભિનેત્રીનું નિધન, બે વખત જીત્યો હતો ઓસ્કાર એવોર્ડ
ઓસ્કાર વિજેતા હોલિવુડ અભિનેત્રી ડેમ મેગી સ્મિથનું 89 વર્ષની ઉંમરે અવસાન થયું છે. અભિનેત્રી તરીકે 70 વર્ષ લાંબી કારકિર્દીમાં

ઓસ્કાર વિજેતા હોલિવુડ અભિનેત્રી ડેમ મેગી સ્મિથનું 89 વર્ષની ઉંમરે અવસાન થયું છે. અભિનેત્રી તરીકે 70 વર્ષ લાંબી કારકિર્દીમાં સ્ટેજ અને સ્ક્રીન પર તેમણે અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી છે. તેમણે ઓથેલોમાં લોરેન્સ ઓલિવિયર સાથે અભિનયથી લઈને હેરી પોટર અને ડાઉનટન એબી સુધીની ફિલ્મોમાં દર્શકોનું મનોરંજન કર્યું છે. મેગી સ્મિથે 1969ની ફિલ્મ 'ધ પ્રાઈમ ઓફ મિસ જીન બ્રોડી' માટે ઓસ્કર એવોર્ડ જીત્યો હતો. સાથે જ તેમણે 1978માં કેલિફોર્નિયા સૂટ માટે સહાયક અભિનેત્રી માટેનો ઓસ્કાર પણ જીત્યો હતો.
મેગી સિસ્મિથના બે પુત્રોએ તેમના મૃત્યુની જાણકારી આપી હતી. ક્રિસ લેર્કિંગ અને ટોબી સ્ટિક્સે જણાવ્યું કે, મેગી સ્મિથે લંડનની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. સ્મિથનો જન્મ 1934માં પૂર્વ લંડનના ઉપનગર ઈલફોર્ડમાં થયો હતો.
https://twitter.com/DowntonAbbey/status/1839695253999091724
બીજા વિશ્વયુદ્ધની શરૂઆતના થોડા સમય પહેલા પરિવાર ઓક્સફોર્ડ ગયો હતો. જ્યાં, તેના પિતા ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પેથોલોજીસ્ટ તરીકે કામ કરી રહ્યાં હતાં. હાઈસ્કૂલમાં અભ્યાસ બાદ સ્મિથે 1951 થી 1953 સુધી ઓક્સફોર્ડ પ્લેહાઉસ સ્કૂલમાં હાજરી આપી હતી.
https://twitter.com/AnniesUniUpdate/status/1839804011165200696
ઓસ્કાર એવોર્ડ સહિત અનેક એવોર્ડ જીત્યા
મેગીને નોએલ કાવર્ડની 'પ્રાઈવેટ લાઈવ્સ' અને ટોમ સ્ટોપાર્ડની 'નાઈટ એન્ડ ડે' માટે ટોની એવોર્ડ નોમિનેશન પણ મળ્યા હતા અને બાદમાં 1990માં 'લેટીસ એન્ડ લવેજ' માટેના પ્લેમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો ટોની એવોર્ડ મળ્યો હતો. તે જ વર્ષે, મેગીને રાણી એલિઝાબેથ દ્વારા નાઈટનો ખિતાબ આપવામાં આવ્યો અને તેને સત્તાવાર રીતે 'ડેમ' નામ આપવામાં આવ્યું. તેમણે 1969માં 'ધ પ્રાઇમ ઓફ મિસ જીન બ્રોડી' માટે શ્રેષ્ઠ અભિનેત્રી અને 'કેલિફોર્નિયા સ્વીટ' માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એકેડેમી એવોર્ડ જીત્યો હતો. સ્ટુઅર્ટ બર્જ દ્વારા દિગ્દર્શિત 1965ની કલ્ટ ક્લાસિક 'ઓથેલો' માટે તેને નોમિનેશન પણ મળ્યું હતું.




