એનિમલ બાદ હવે ઔરંગઝેબના રોલમાં જોવા મળશે બોબી દેઓલ, ફિલ્મનું ટીઝર આવ્યું સામે
બોબી દેઓલ છેલ્લા કેટલાક સમયથી સતત નેગેટિવ રોલ કરી રહ્યો છે. આ ભૂમિકાઓમાં પણ તેન

બોબી દેઓલ છેલ્લા કેટલાક સમયથી સતત નેગેટિવ રોલ કરી રહ્યો છે. આ ભૂમિકાઓમાં પણ તેને પસંદ કરવામાં આવી રહ્યો છે. તે પોતાની બીજી ઈનિંગને વિલન તરીકે એવી રીતે આગળ વધારી રહ્યો છે કે, લોકો તેની પહેલી ઈનિંગને ભૂલી ગયા છે. હવે બોબી દેઓલને ઈન્ડસ્ટ્રીમાં એકદમ અલગ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી રહ્યો છે. પ્રકાશ ઝાની આશ્રમ સીરિઝમાં બાબાની ભૂમિકા ભજવ્યા બાદ અભિનેતાના દિવસો પાછા આવ્યા છે. હાલમાં જ તેને ફિલ્મ એનિમલમાં પસંદ કરવામાં આવ્યો હતો. હવે તે ફરી એકવાર સાઉથની ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળશે.
બોબી દેઓલ હવે પવન કલ્યાણની ફિલ્મ ‘હરિહર વીર મલ્લુ’માં નેગેટિવ રોલ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં તે મુગલ બાદશાહ ઔરંગઝેબની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું ટીઝર આવી ગયું છે અને તેમાં બોબી દેઓલનો લુક ફરી એકવાર લોકોને ગૂઝબમ્પ્સ અપાવશે. ‘હરિહર વીર મલ્લુ’નું ટીઝર બહાર આવ્યું છે અને તેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. પવન કલ્યાણ આમાં મુખ્ય ભૂમિકામાં છે અને તે ફિલ્મમાં બોબી દેઓલના ઓપોઝિટ છે.
ટીઝર જોયા પછી લોકોએ શું કહ્યું?
ટીઝર જોયા બાદ લોકો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું- બોબી દેઓલનો લુક અદભુત છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું- મારો પહેલો દિવસ, ફર્સ્ટ શો પવન કલ્યાણને જોવાનું કન્ફર્મ છે. અન્ય વ્યક્તિએ લખ્યું- ઓહ માય ગોડ, પવન કલ્યાણ અને બોબી દેઓલનું ગોલ્ડન કોમ્બિનેશન. અન્ય એક વ્યક્તિએ લખ્યું- લોર્ડ બોબી ફરી આવી રહ્યા છે. મુઘલ બાદશાહની ભૂમિકામાં તે તબાહી મચાવી રહ્યો છે. ફિલ્મની વાત કરીએ તો તેનું બજેટ લગભગ 200 કરોડ રૂપિયા છે. આ ફિલ્મ વર્ષ 2024માં આવશે.






