Bollywood: બોલિવૂડ સ્ટાર્સની હેલોવીન પાર્ટી- આલિયા અને દીપિકાનો લૂક બન્યો આકર્ષણનું કેન્દ્ર

સોશિયલ મીડિયા સ્ટાર ઓરી દ્વારા શેર કરાયેલા વીડિયોને કારણે બોલિવૂડની હેલોવીન પાર્ટીનો વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે. મુંબઈમાં આયોજિત આ ભવ્ય પાર્ટીમાં આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, અર્જુન કપૂર, આર્યન ખાન સહિત બી-ટાઉનના લગભગ તમામ મોટા સિતારાઓ અનોખા કોસ્ચ્યુમ્સમાં જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જ્યાં લોકો સિતારાઓના અતરંગી અંદાજની પ્રશંસા કરી રહ્યા છે.
ઓરીનો અનોખો અંદાજ
વીડિયોની શરૂઆત ખુદ ઓરીથી થાય છે, જે ડિઝનીનું 'લિટલ મરમેઇડ' ના પ્રિય પાત્ર સેબેસ્ટિયન કરચલા (Crab)ના રૂપમાં જોવા મળે છે. તેના લાલ કોસ્ચ્યુમ અને તોફાની એક્સપ્રેશન્સે સોશિયલ મીડિયા પર ખૂબ હાસ્ય અને પ્રશંસા મેળવી.
ઇન્સ્ટાગ્રામ પર બોલિવૂડ સેલેબ્સના નજીકના મિત્ર અને ઇન્ફ્લુએન્સર ઓરીએ એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં તે અનેક ફિલ્મ સિતારાઓ સાથે હેલોવીન પાર્ટીની મજા માણતો દેખાય છે. આ પાર્ટીનું સૌથી મોટું આકર્ષણ દીપિકા અને આલિયા બન્યાં હતા. બંનેના લુક પણ ચર્ચામાં રહ્યા. પાર્ટીમાં દીપિકા અને આલિયાએ સાથે પોઝ પણ આપ્યા.
આલિયા અને દિપીકાનો લુક ચર્ચામાં
આલિયા ભટ્ટે 'ટોમ્બ રેડર' ની લારા ક્રોફ્ટથી પ્રેરિત લુક પસંદ કર્યો. તેણે કાળી ટી-શર્ટ, શોર્ટ્સ, બેલ્ટ અને ગૂંથેલા વાળ સાથે પોતાના એક્શન અવતારથી ચાહકોને ચોંકાવ્યા. દીપિકા પાદુકોણે આ ખાસ અવસર પર પોતાની આગામી ફિલ્મ "લેડી સિંઘમ"નો ડ્રેસ રિપીટ કર્યો, જેનાથી તેણે એક પાવરફુલ અને દમદાર લુક રજૂ કર્યો. આલિયા અને દિપીકા બંનેએ નકલી ગન સાથે ઊભા રહીને પોઝ આપ્યા. ત્યાર બાદ બંને હસતી જોવા મળી. ઓરીએ પણ દીપિકા સાથે ફોટો ક્લિક કરાવ્યા.
હંમેશાની જેમ રણવીર સિંહે પોતાની એન્ટ્રી યાદગાર બનાવી દીધી. તે સંપૂર્ણ ડેડપૂલ ગેટઅપમાં આવ્યો. લાલ અને કાળા કોસ્ચ્યુમમાં રણવીરની એનર્જી પાર્ટીનું હાઇલાઇટ બની.
જ્હાનવી અને અર્જુન ઉપરાંત અન્ય સેલેબ્સ રહ્યા હાજર
પાર્ટીમાં અર્જુન કપૂર, જ્હાનવી કપૂર, અયાન મુખર્જી, ડિરેક્ટર એટલી ઉપરાંત ઘણા જાણીતા સેલિબ્રિટીસ પણ જોવા મળ્યા. દરેક વ્યક્તિ અલગ ગેટઅપમાં જોવા મળ્યા. દિશા પટની પણ બ્લેક ડ્રેસ પહેરીને હેલોવીન પાર્ટીમાં હાજર રહી.
આલિયા અને દીપિકાની આગામી ફિલ્મો
આલિયા ભટ્ટના કરિયર ફ્રન્ટની વાત કરીએ તો તે આ વર્ષે એક ફિલ્મ 'આલ્ફા' કરી રહી છે. આ એક એક્શન ડ્રામા ફિલ્મ છે, જેમાં આલિયા એક જાસૂસનો રોલ કરતી જોવા મળશે. જ્યારે દીપિકાની આગામી ફિલ્મની વાત કરીએ તો તે શાહરૂખની મૂવી 'કિંગ' કરી રહી છે. આ સિવાય તે ફિલ્મ 'AA22xA6'માં પણ જોવા મળશે, જેમાં તેની સામેલ 'પુષ્પા' ફેમ એક્ટર અલ્લુ અર્જુન હશે.

