ગુરુચરણ સિંહના કેસમાં TMKOCના સેટ પર પહોંચી દિલ્હી પોલીસ, કો-સ્ટાર્સને પૂછ્યા સવાલ
પ્રખ્યાત ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ટેલિવિઝન અભ

પ્રખ્યાત ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ટેલિવિઝન અભિનેતા ગુરુચરણ સિંહ છેલ્લા 20 દિવસથી ગાયબ છે. તેના પરિવારના સભ્યો, કો-સ્ટાર્સ અને તેના ફેન્સ પણ જાણવા માંગે છે કે અભિનેતા ક્યાં છે. અને પ્રાર્થના કરી રહ્યા છે કે તે ઘરે પાછો આવી જાય. દિલ્હી પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને અભિનેતાને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
હાલમાં જ દિલ્હી પોલીસની એક ટીમ મુંબઈના ફિલ્મ સિટીમાં TMKOC સેટ પર પહોંચી હતી. એક રિપોર્ટ અનુસાર, દિલ્હી પોલીસના અધિકારીઓએ કો-સ્ટાર્સને અભિનેતા વિશે કેટલાક પ્રશ્નો પૂછ્યા અને તેના ઠેકાણા શોધવાનો પ્રયાસ પણ કર્યો. શોના નિર્માણ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે, 'આ અઠવાડિયે દિલ્હી પોલીસે અમારા સેટની મુલાકાત લીધી હતી અને અભિનેતાના સંપર્કમાં રહેલા સ્ટાર્સ સાથે વાત કરી હતી.'
દિલ્હી પોલીસ TMKOCના સેટ પર પહોંચી
સૂત્રએ એમ પણ કહ્યું કે, 'આ પોલીસ તપાસ દરમિયાન શોના તમામ સ્ટાર્સ અને ક્રૂ મેમ્બરોએ પોલીસને સારો સહકાર આપ્યો હતો.' શોના પ્રોડક્શન સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યું, 'આ ઉપરાંત, પોલીસે એ પણ જાણવાનો પ્રયાસ કર્યો કે અભિનેતાને નિર્માતાઓ દ્વારા તેમનો પગાર ચૂકવવામાં આવ્યો હતો કે નહીં, જ્યાં પોલીસને જાણવા મળ્યું કે તે તેને તેનો પગાર ચૂકવી દેવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ, શોના પ્રોડક્શન હેડ સોહિલ રામાણીએ પણ પોલીસ સેટ પર પહોંચી હોવાની પુષ્ટિ કરી છે. અભિનેતા સાથે જોડાયેલી તમામ માહિતી દિલ્હી પોલીસને આપવામાં આવી હતી.
પોલીસને 27 ઈમેલ એકાઉન્ટ મળ્યા છે
સોહિલ રામાણીએ કહ્યું, 'દિલ્હી પોલીસ તપાસ માટે અમારા સેટ પર આવી હતી, તેમને અભિનેતા સાથે સંબંધિત તમામ માહિતી આપવામાં આવી હતી.' તેમણે એમ પણ કહ્યું કે, 'અમે તેમની સુખાકારી માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીશું અને આશા રાખીએ છીએ કે તેઓ જલ્દી મળી જશે'. અભિનેતા ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી ગુમ થઈ ગયા હતા, ત્યારબાદ તેમની શોધ ચાલી રહી છે. પોલીસ તપાસ મુજબ, કદાચ અભિનેતાએ પોતે જ આ પ્લાન બનાવ્યો છે. એ પણ બહાર આવ્યું છે કે અભિનેતા ગાયબ થયા પહેલા 27 ઈમેલ એકાઉન્ટનો ઉપયોગ કરતો હતો.






