મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'તારક મહેતા' ફેમ ગુરચરણ સિંહની તબિયતમાં સુધારો, પિતાએ કહ્યું- 'તે હાલમાં ઘરે આરામ...'

સબ ટીવીના લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમના અભિનેતા ગુરચરણ સિંહની તબિયત હવે પહેલા કરત

'તારક મહેતા' ફેમ ગુરચરણ સિંહની તબિયતમાં સુધારો, પિતાએ કહ્યું- 'તે હાલમાં ઘરે આરામ...'

સબ ટીવીના લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમના અભિનેતા ગુરચરણ સિંહની તબિયત હવે પહેલા કરતાં ઘણી સારી છે. શોમાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર આ અભિનેતાએ લાંબા સમયથી ખાવા-પીવાનું છોડી દીધું હતું. ગુરચરણ સિંહને તાજેતરમાં હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેની તબિયતમાં ઘણો સુધારો થયો છે.

આ પણ વાંચો: અરિજીતને પદ્મશ્રી, પંકજ ઉદાસને પદ્મ વિભૂષણ, જુઓ મનોરંજન ક્ષેત્રે કોને કયો એવોર્ડ

તાજેતરના ઇન્ટરવ્યુમાં, ગુરચરણ સિંહના પિતા હરગીત સિંહે કહ્યું, “વાહેગુરુની કૃપાથી, મને તમને જણાવતા આનંદ થાય છે કે તેની તબિયત હવે ઘણી સારી છે. તાજેતરમાં, તેને નબળાઈને કારણે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો, તેની હાલત થોડા સમય માટે નાજુક બની ગઈ હતી. અમારા પરિવાર માટે આ ખૂબ જ ચિંતાજનક સમય હતો, પરંતુ ભગવાનના આશીર્વાદ અને ડોકટરોના પ્રયાસોથી, તે હવે ખતરાથી બહાર છે.

ગુરુચરણ સિંહે ભોજન લેવાનું શરૂ કર્યું

ગુરુચરણના પિતાએ આગળ કહ્યું, 'તે હાલમાં ઘરે આરામ કરી રહ્યો છે અને પોતાની શક્તિ પાછી મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. ગુરુચરણે ભોજન લેવાનુંનું શરૂ કરી દીધું છે અને અમે ધ્યાન રાખી રહ્યા છીએ કે તેને ફ્રેશ અને હેલ્ધી ખોરાક મળે. તે ગુરુદ્વારામાં શાંતિપૂર્ણ ક્ષણો વિતાવવાને પણ પ્રાથમિકતા આપી રહ્યો છે. ગુરુચરણ હંમેશા તેના કાર્ય દ્વારા સકારાત્મકતા ફેલાવવામાં માને છે.'

'ધીમે ધીમે શેડ્યૂલ પર પાછો ફરી રહ્યો છે'

હરગીત સિંહે કહ્યું, 'તેણે હરવા-ફરવાનું શરૂ કર્યું છે અને ધીમે ધીમે તેના શેડ્યૂલમાં પાછો ફર્યો છે, પરંતુ અમે ખૂબ કાળજી રાખી રહ્યા છીએ કે તે પોતાના પર વધુ પડતું દબાણ ન કરે. અમને આશા છે કે સમય, આરામ અને કાળજી સાથે તે તેના પહેલાના સ્વરૂપમાં પાછો ફરશે.'

આ સમાચાર શેર કરો