મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

અનંત-રાધિકાના લગ્નમાં 2500થી વધુ વાનગીઓનો સ્વાદ ચાખશે મહેમાનો, 10 વર્લ્ડ ફેમસ શેફ બનાવશે આંતરરાષ્ટ્રીય ક્વિઝીન

અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ન

અનંત-રાધિકાના લગ્નમાં 2500થી વધુ વાનગીઓનો સ્વાદ ચાખશે મહેમાનો, 10 વર્લ્ડ ફેમસ શેફ બનાવશે આંતરરાષ્ટ્રીય ક્વિઝીન

અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન આવતીકાલે થશે. આ ભવ્ય લગ્નની તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. અંબાણી પરિવાર છેલ્લા 6 મહિનાથી લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. અનંત અંબાણી 12 જુલાઈએ દિગ્ગજ ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેશે. આ લગ્નમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી રાજનીતિ, બિઝનેસ, ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સ્પોર્ટ્સ ક્ષેત્રની ઘણી જાણીતી હસ્તીઓ આવી રહી છે. લગ્નમાં મહેમાનોના સ્વાગત માટે ઘણી ભારતીય અને આંતરરાષ્ટ્રીય વાનગીઓ રજૂ કરવામાં આવશે, જેની તૈયારીમાં વર્લ્ડ ફેમસ શેફ પણ સામેલ થશે.

લગ્નના મેનુમાં 2500થી વધુ વાનગીઓ

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં યોજાનાર આ લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ લગ્નમાં આવનાર મહેમાનોને 2500થી વધુ ભારતીય અને આંતરરાષ્ટ્રીય વાનગીઓ પીરસવામાં આવશે. આ વાનગીઓ તૈયાર કરવાની જવાબદારી વિવિધ ફૂડ વેન્ડર્સને આપવામાં આવી છે. આ સાથે 10થી વધુ આંતરરાષ્ટ્રીય શેફ આ શાહી લગ્ન માટે વિશેષ અને આંતરરાષ્ટ્રીય વાનગીઓ તૈયાર કરી રહ્યા છે.

બનારસની ખાસ 'ચાટ' પીરસવામાં આવશે

અંબાણી પરિવારનો બનારસ પ્રત્યેનો પ્રેમ અનેક પ્રસંગોએ જોવા મળ્યો છે. હાલમાં જ નીતા અંબાણી બનારસની ગલીઓમાં બનારસી ચાટની મજા લેતા જોવા મળ્યાં હતાં. અનંત અંબાણીના લગ્નમાં મહેમાનો માટે ખાસ બનારસની ચાટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે મહેમાનો ત્યાં ખાસ મીઠાઈઓ અને પાનનો સ્વાદ પણ માણી શકશે. લગ્નમાં મહેમાનોને મદ્રાસ ફિલ્ટર કોફી પણ પીરસવામાં આવશે.

100થી વધુ નાળિયેરની વાનગીઓ પીરસવામાં આવશે

આ લગ્નમાં દેશ સિવાય ઘણા વિદેશી મહેમાનો પણ આવવાના છે. આવી સ્થિતિમાં, તેમની પસંદગીઓને ધ્યાનમાં રાખીને, 100થી વધુ નારિયેળથી બનેલી વાનગીઓ ઇન્ડોનેશિયન કેટરિંગ કંપની પાસે વિશેષ ઓર્ડર પર બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત મહેમાનોને ગરાડુ ચાટ, સેફ્રોન ક્રીમ અને ઈન્દોરના મુંગલેટ જેવી વાનગીઓ પીરસવામાં આવશે. ટ્રેડિશનલ ફૂડની સાથે લગ્નના મેનુમાં ઘણી વિદેશી વાનગીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો