ગ્રેમી એવોર્ડ વિજેતા રેપર ટ્રેવિસ સ્કોટ દારૂના નશામાં જોવા મળ્યો, પોલીસે ધરપકડ કરી
અમેરિકન રેપર, સિંગર અને ગીતકાર ટ્રેવિસ સ્કોટની ગુરુવારે સવારે મિયામી વિસ્તારમાં ધરપકડ કરવામાં આવી હ

અમેરિકન રેપર, સિંગર અને ગીતકાર ટ્રેવિસ સ્કોટની ગુરુવારે સવારે મિયામી વિસ્તારમાં ધરપકડ કરવામાં આવી હતી. સિંગર પર અવ્યવસ્થિત નશો અને અતિક્રમણનો આરોપ મૂકવામાં આવ્યો છે. જેલના રેકોર્ડ અનુસાર, મિયામીમાં ગુરુવારે સવારે 4.35 વાગે રેપરની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તે ટૂંક સમયમાં છૂટી ગયો પરંતુ આ માટે તેણે મોટી રકમ ચૂકવવી પડી હતી.
રિલીઝ માટે મોટી રકમ ચૂકવી
જેલના રેકોર્ડ પરથી એ જાણવા મળ્યું કે, તેણે 650 ડૉલરના બોન્ડ જમા કરાવ્યા હતા, ત્યારબાદ તેને છોડવામાં આવ્યો હતો. આ પછી રેપર ટ્રેવિસ સ્કોટે સવારે 8.54 વાગે ટિટ્વટ પર એક પોસ્ટ કરી, જેમાં તેણે 'એલઓએલ' લખ્યું હતું.
મિયામી બીચ મરીના ખાતેની ઘટી ઘટના
આ ઘટના મિયામી બીચ મરીના પર બની હતી. પોલીસ અધિકારીઓને મરીના પર યાટ પર લડતા લોકોની ફરિયાદ કરવા માટે એક કોલ હતો. જયારે અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે સ્કોટ યાટ પરના લોકો સામે બૂમો પાડતો ત્યાં ઊભો જોવા મળ્યો હતો. આ દરમિયાન અધિકારીઓને તેની પાસેથી દારૂની તીવ્ર ગંધ આવતી હતી. સ્કોટને ટૂંક સમયમાં જ કસ્ટડીમાં લઈને મિયામી બીચ પોલીસ વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો.
મારામારી વિશે કોઈ માહિતી મળી નથી
ત્યાં હાજર લોકોએ અધિકારીઓને જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ મારામારી થઈ નથી. સ્કોટે જામીન આપ્યા પછી કેસ બંધ કરવામાં આવ્યો હતો. ટ્રેવિસ સ્કોટનું સાચું નામ જેક્સ બર્મન વેબસ્ટર છે. તેમજ તે 'સિકો મોડ', 'હાઈએસ્ટ ઇન ધ રૂમ' અને 'ફ્રેન્ચાઈઝ' માટે જાણીતા છે.






