મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'હું ટોયલેટ સાફ કરીશ શું? ગોવિંદાની પત્નીએ 4 વખત રિજેક્ટ કરી બિગ બોસની ઓફર, રાખી 1 મોટી શરત

80ના દાયકામાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગોવિંદાનો દબદબો હતો. તે પોતાની શરતો પર ફિ

'હું ટોયલેટ સાફ કરીશ શું? ગોવિંદાની પત્નીએ 4 વખત રિજેક્ટ કરી બિગ બોસની ઓફર, રાખી 1 મોટી શરત

80ના દાયકામાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગોવિંદાનો દબદબો હતો. તે પોતાની શરતો પર ફિલ્મો કરતો હતો, પરંતુ પછી તેનું સ્ટારડમ એટલું ડૂબી ગયું કે, તેના માટે કામ મળવું મુશ્કેલ બની ગયું. તાજેતરમાં, 80-90ના દાયકાના સુપરસ્ટાર ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ અંકિતના ટીવીના લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'ની ઓફર મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું કે, તેણે બિગ બોસની ઓફર 4 વખત નકારી કાઢી છે.

સુનીતા આહુજા કહે છે, 'તે મને છેલ્લા 4 વર્ષથી 'બિગ બોસ'માં આવવાની ઓફર કરી રહ્યા છે. તેણે મને અનિલ કપૂર દ્વારા હોસ્ટ કરેલા શોના OTT વર્ઝનનો ભાગ બનવાની ઓફર પણ કરી હતી. તે મારી પાસે અનિલ કપૂરની સિઝનની ઑફર લઈને બે વાર આવ્યા, પણ મેં તેમને કહ્યું, 'તમે પાગલ થઈ ગયો છે? તમને લાગે છે કે હું ટોયલેટ સાફ કરીશ? તમે મને આ પૂછી રહ્યા છો, પણ મને કહો, શું તમે આ સવાલ શાહરૂખ ખાનની પત્નીને પૂછશો? તમને લાગે છે કે, મારી પાસે પૈસા નથી? હું બિગ બોસ પણ જોતી નથી.

શો માટે રાખવામાં આવી ખાસ શરત

સુનીતાએ શોની ઓફર થવા પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, તેના ઇનકાર બાદ મેકર્સે તેની દીકરી ટીનાને પણ શો ઓફર કર્યો હતો. ગોવિંદાની પત્નીએ કહ્યું કે, જો તેને સલમાન ખાન સાથે હોસ્ટ કરવાની તક મળશે તો જ તે બિગ બોસ કરશે.

કરણના શોનો ભાગ બનવા માગુ છું

રસપ્રદ વાત એ છે કે, સુનીતા આહુજાએ કરણ જોહરના શો 'કોફી વિથ કરણ'નો ભાગ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે, જો કરણ જોહર તેને તેના શોમાં બોલાવશે તો તે ચોક્કસ જશે. અત્યાર સુધી શો માટે આમંત્રણ ન મળવા પર સ્ટાર પત્ની કહે છે કે, તેનાથી તેમને કોઈ ફરક નથી પડતો. આ કરણનો શો છે અને તે તેના પર નિર્ભર કરે છે કે, તે કોને બોલાવશે.

આ સમાચાર શેર કરો