'આ તો બાબાના આશીર્વાદ છે, નહિ તો...', ગોળી વાગવાના મામલે ખુદ ગોવિંદાએ કર્યો મોટો ખુલાસો
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા માટે આ સવારની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. અભિનેતાને તેની

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા માટે આ સવારની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. અભિનેતાને તેની લાયસન્સ રિવોલ્વર સાફ કરતી વખતે ગોળી વાગી હતી. અભિનેતા હાલમાં ક્રિટી કેર હોસ્પિટલમાં એડમિટ છે. ડૉક્ટરો તેની સંભાળ લઈ રહ્યા છે. ગોવિંદાના તમામ ફેન્સ પણ તેની તબિયતને લઈને ચિંતિત છે. હવે ગોવિંદાએ ખુદ તેના બધા ફેન્સને તેની હેલ્થ અપડેટ આપી છે.
ગોવિંદાએ હોસ્પિટલમાંથી આપ્યું હેલ્થ અપડેટ
ગોવિંદાએ ગોળી વાગ્યા બાદ હોસ્પિટલમાંથી પોતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી. અભિનેતાએ કહ્યું- હું હવે ખતરાની બહાર છું. ગોળી ભૂલથી વાગી હતી. બાબાના આશીર્વાદ. હું મારા ડૉક્ટરોનો આભાર માનું છું. હું મારા ફેન્સનો પણ આભારી છું. ગોવિંદાએ આગળ કહ્યું- તમારા બધાના આશીર્વાદ, માતા-પિતાના આશીર્વાદ અને બાબાની કૃપાથી જે ગોળી વાગી હતી તે નીકળી ગઈ છે. હું આપ સૌનો આભાર માનું છું.
કેવી રીતે લાગી ગોવિંદાને ગોળી?
ગોવિંદાને ગોળી મારવાની ઘટના આજે સવારે 4.45 વાગ્યાની આસપાસ બની હતી. ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ દુર્ઘટના વિશે માહિતી આપતા કહ્યું કે, અભિનેતા કોલકાતા જવાનો પ્લાન બનાવી રહ્યો હતો. તેની પત્ની સુનીતા પહેલાથી જ કોલકાતામાં હતી. પરંતુ ઘર છોડતા પહેલા તે પોતાની લાયસન્સ રિવોલ્વર સાફ કરી કેસમાં રાખતો હતો. ત્યારબાદ તેના હાથમાંથી બંદૂક પડી ગઈ અને મિસફાયરને કારણે તેને ઘૂંટણમાં ગોળી વાગી. ગોવિંદાના મેનેજરે એમ પણ કહ્યું છે કે, ગોવિંદાને ગોળી વાગ્યા બાદ અભિનેતાએ પોતે તેને ફોન કરીને ઘટનાની જાણકારી આપી હતી.
કેવી છે ગોવિંદાની હાલત?
ગોવિંદા હાલ ડૉક્ટરોની દેખરેખમાં છે. રાહતની વાત એ છે કે, અભિનેતાના પગમાંથી ગોળી નીકળી ગઈ છે. તે ખતરાની બહાર છે. તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. દીકરી ટીના હાલ તેની સાથે હોસ્પિટલમાં હાજર છે. જોકે, પ્રાપ્ત માહિતી અનુસાર, ગોવિંદાને 2 દિવસ સુધી હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખવામાં આવશે.






