મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ઐશ્વર્યા-અભિષેક બચ્ચનના છુટાછેડાની અફવા વચ્ચે સારા સમાચાર, એક સાથે કરશે ફિલ્મ

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાની છુટાછેડાની અફવા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. જોકે, આ વચ્ચે

ઐશ્વર્યા-અભિષેક બચ્ચનના છુટાછેડાની અફવા વચ્ચે સારા સમાચાર, એક સાથે કરશે ફિલ્મ

અભિષેક  બચ્ચન અને ઐશ્વર્યાની છુટાછેડાની અફવા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. જોકે, આ વચ્ચે મણિરત્નમે આ બન્નેને લઇને એક ફિલ્મનું પ્લાનિંગ શરૂ કર્યું છે. 

મણિરત્નમ ઐશ્વર્યા-અભિષેકને લઇને ત્રીજી ફિલ્મ બનાવશે

મણિરત્નમની જ 2007માં આવેલી ફિલ્મ 'ગુરૂ'ના સેટ પર જ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા વચ્ચે ડેટિંગ શરૂ થયું હોવાનું કહેવાય છે. તે પછી મણિરત્નમે 2010ની 'રાવણ' ફિલ્મમાં બન્નેની જોડી રિપીટ કરી હતી. મણિરત્નમ હવે આ કપલને લઇને ત્રીજી ફિલ્મ બનાવવા જઇ રહ્યાં છે. મણિરત્નમને ઐશ્વર્યા અને અભિષેક સાથે કામ કરે તેવી એક સ્ક્રિપ્ટ મળી ગઇ છે. અભિષેકની મણિરત્નમ સાથે આ ચોથી ફિલ્મ હશે.

આ પણ વાંચો: આ છે સલમાન ખાનના કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ, ડાયરેક્ટરે ફરી ક્યારેય ન બનાવી મૂવી

અભિષેક બચ્ચન આ પહેલા મણિરત્નમની 'યુવા' ફિલ્મમાં પણ કામ કરી ચુક્યો છે. બીજી તરફ મણિરતન્મની ઐશ્વર્યા સાથેની 'પોનિઇન સેલ્વન' તાજેતરમાં જ રિલીઝ થઇ હતી.

આ સમાચાર શેર કરો