મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ડબલ ધમાલ સાથે આજથી આવી રહ્યો છે કપિલ, શોની બીજી સિઝનમાં મહેમાન બનશે આ સેલિબ્રિટીઝ

ભારતનો સૌથી ફેવરિટ શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' તેની બીજી સિઝન સાથે તૈયાર છે. આ

ડબલ ધમાલ સાથે આજથી આવી રહ્યો છે કપિલ, શોની બીજી સિઝનમાં મહેમાન બનશે આ સેલિબ્રિટીઝ

ભારતનો સૌથી ફેવરિટ શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' તેની બીજી સિઝન સાથે તૈયાર છે. આ વખતે શો ડબલ ધમાકેદાર થવા જઈ રહ્યો છે. આ શોનો લેટેસ્ટ પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. નેટફ્લિક્સ પર આવતા આ શોનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે, જેમાં કપિલ શર્માના શોની ગેસ્ટ લિસ્ટ સામે આવી છે. આ સિઝન ગત વખત કરતા પણ વધુ મજેદાર બનવાની છે.

આલિયા ભટ્ટ આ શોના પહેલા એપિસોડમાં જોવા મળશે, જે તેની અપકમિંગ ફિલ્મ 'જિગરા'ના પ્રમોશન માટે શોમાં આવશે. તેની સાથે વેદાંગ રૈના અને કરણ જોહર પણ જોવા મળશે. લાંબા સમય બાદ આલિયા ભટ્ટ કપિલ શર્માને મળી રહી છે. પ્રોમોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આલિયા ભટ્ટ પોતાને આલિયા ભટ્ટ કપૂર કહે છે અને ગુત્થીને પણ ચીડવે છે. તે પછી તમને 'દેવરા' ફિલ્મની ટીમ જોવા મળશે, જેમાં જાહ્નવી કપૂર, સૈફ અલી ખાન અને જુનિયર એનટીઆર કપિલના મહેમાન બનવાના છે. આ સિઝનમાં ટી20 વર્લ્ડ કપના એવા સભ્યો જોવા મળશે જેમની સાથે કપિલ ક્રિકેટ વિશે ઘણી વાતો કરશે. તમે પ્રોમોમાં જોઈ શકો છો કે, આ વખતે અસંખ્ય મહેમાનો તમારું મનોરંજન કરતા જોવા મળશે.

આગામી સિઝન વિશે વાત કરતા કપિલ શર્માએ જણાવ્યું હતું કે, "પ્રોમિસ મુજબ, અમે વધુ સમય લીધો નથી અને આંખના પલકારામાં, અમે બીજી સિઝન સાથે નેટફ્લિક્સ પર પાછા ફર્યા છીએ. અમે બધા ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ની સિઝન 1 માટે દુનિયાભરથી મળેલા પ્રેમ માટે આભારી છીએ. અમારા દર્શકો હંમેશા અમને તેમના પરિવારનો એક હિસ્સો માને છે અને અમે તેમના આભારી છીએ. ઉલ્લેખનીય છે કે, ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ આજથી રાત્રે 8 વાગ્યે નેટફ્લિક્સ પર શરૂ થઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો