Ganesh Chaturthi 2024: ગણપતિના સાચા ભક્ત છે આ સેલેબ્સ, દર વર્ષે પોતાના હાથથી બનાવે છે મૂર્તિઓ
ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન

ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે કારણ કે, આ દિવસોમાં બાપ્પા તમારા ઘરે હાજર હોય છે. ખાસ કરીને મુંબઈમાં આ તહેવારને લઈને લોકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે.
ક્યારે છે ગણેશ ચતુર્થી?
આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બરે આવી રહ્યો છે જે 10 દિવસ સુધી ચાલશે. વાસ્તવમાં, આ વર્ષે શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બરે બપોરે 3:01 વાગ્યાથી શરૂ થશે અને 7 સપ્ટેમ્બરે સાંજે 5:37 વાગ્યે સમાપ્ત થશે. આ કારણોસર, ઉદયા તિથિ અનુસાર, 7 સપ્ટેમ્બર, શનિવારે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. હવે ઘણા સેલેબ્સ ઇકો-ફ્રેન્ડલી ગણપતિને સપોર્ટ કરવા લાગ્યા છે. હાલમાં જ એક ઈવેન્ટ દરમિયાન સલમાન ખાને ઈકો ફ્રેન્ડલી ગણપતિ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, જ્યારે ઉત્સવ આટલો પવિત્ર હોય ત્યારે મૂર્તિ પણ શુદ્ધ હોવી જોઈએ. આજે અમે તમને એવા જ કેટલાક સેલેબ્સ વિશે જણાવીશું જેઓ પોતાના ઘરે મૂર્તિઓ બનાવે છે.
ઋત્વિક ધનજાની
આ યાદીમાં પહેલું નામ એક્ટર ઋત્વિક ધનજાનીનું છે. કલાકારો ઉત્સવની શરૂઆતના 2થી 3 અઠવાડિયા પહેલા ખૂબ જ ઉત્સાહ સાથે મૂર્તિ બનાવવાનું શરૂ કરે છે. આ સમગ્ર પ્રક્રિયાનો વીડિયો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. દર વર્ષે તેમની મૂર્તિ ખૂબ જ સુંદર હોય છે.
જુહી પરમાર
અભિનેત્રી જુહી પરમાર પોતાના કામના લીધે દરેક ઘરમાં ફેમસ છે. એક સારી માતા અને એક્ટર હોવા ઉપરાંત જુહી એક ક્રિએટિવ આર્ટિસ્ટ પણ છે. ગયા તહેવારે તેણે ઇકો-ફ્રેન્ડલી 'ગણપતિ' મૂર્તિ બનાવવાનું પસંદ કર્યું હતું. તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની એક તસવીર પણ શેર કરી છે.
ગુરમીત ચૌધરી
ગુરમીતને પણ બાપ્પા પ્રત્યે ખાસ લગાવ છે, તેથી જ તેને મૂર્તિ બનાવવી પણ ગમે છે. ગુરમીતે ખૂબ જ સુંદર મૂર્તિ તૈયાર કરી હતી, જેનો ફોટો તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો હતો.
કરણ વાહી
'દિલ મિલ ગયે' સીરિયલથી દરેક ઘરમાં ફેમસ થયેલા કરણ વાહી દર વર્ષે ગણેશ ચતુર્થી ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. એટલું જ નહીં તે દર વર્ષે પોતાના હાથે ગણપતિ બાપ્પાની મૂર્તિ બનાવે છે. કરણ ખૂબ જ સારો કલાકાર છે.
ઈશિતા દત્તા
હાલમાં જ એક પુત્રની માતા બનેલી ઈશિતા દત્તાએ ગણપતિ બાપ્પાની નાની મૂર્તિ બનાવી ફેન્સ બતાવી છે. તેણે ખૂબ જ સારી ફિનિશિંગ સાથે બાપ્પાની સુંદર મૂર્તિ બનાવી છે.
રિતેશ દેશમુખ
ગણપતિ બાપ્પાની મૂર્તિઓ બનાવવામાં ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ જ નહીં પરંતુ બોલિવૂડના લોકો પણ આગળ છે. રિતેશ દેશમુખને ગણપતિ ઉત્સવ પસંદ છે. તે ઘરમાં બાપ્પાની મૂર્તિની સ્થાપના કરે છે.
દિયા મિર્ઝા
અભિનેત્રી દિયા મિર્ઝા પણ ભગવાન ગણપતિમાં વિશેષ શ્રદ્ધા ધરાવે છે. અભિનેત્રી ઘણીવાર ઇકો-ફ્રેન્ડલી વસ્તુઓને પ્રમોટ કરતી પણ જોવા મળે છે. તેણે ગયા વર્ષે પોતાના ઘરે પોતાના હાથે બનાવેલા ગણપતિની સ્થાપના કરી હતી.








