'રાક્ષસ'થી લઈને 'શક્તિમાન' સુધી રણવીર સિંહના હાથમાંથી જતા રહ્યા આ 5 મોટા પ્રોજેક્ટ
ફિલ્મોના મામલે રણવીર સિંહનું નસીબ ખરાબ ચાલી રહ્યું છે. લાંબા સમયથી

ફિલ્મોના મામલે રણવીર સિંહનું નસીબ ખરાબ ચાલી રહ્યું છે. લાંબા સમયથી તેની ફિલ્મો કંઈ ખાસ કરી શકી નથી. ઘણી ફ્લોપ ફિલ્મો પછી ગયા વર્ષે તેની રોકી અને રાનીની લવસ્ટોરી હિટ થઈ હતી. આ ફિલ્મની સફળતા બાદ તે ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળવાનો હતો, પરંતુ આ બધા પર રોક લગાવી દેવામાં આવ્યો છે. હા, રણવીરની પાંચ મોટી ફિલ્મો બંધ થઈ ગઈ છે. ચાલો તમને તેમના આ પ્રોજેક્ટ્સ વિશે જણાવીએ.
રાક્ષસ
રણવીર સિંહ પ્રશાંત વર્માની ફિલ્મ ‘રાક્ષસ’માં જોવા મળવાનો હતો. જોકે, રણવીર પોતે સર્જનાત્મક મતભેદોને કારણે આ ફિલ્મમાંથી બહાર નીકળી ગયો હતો. ફિલ્મ નિર્માતાએ તાજેતરમાં એક નિવેદન પણ શેર કર્યું હતું કે, તે ભવિષ્યમાં રણવીર સિંહ સાથે કામ કરવા માગે છે.
બૈજુ બાજવા
પદ્માવત અને રામલીલામાં સંજય લીલા ભણસાલી સાથે કામ કર્યા બાદ રણવીર સિંહ ફરી એકવાર તેમની સાથે કામ કરવા જઈ રહ્યો હતો. તે સંજય લીલા ભણસાલીની ‘બૈજુ બાજવા’ ફિલ્મમાં જોવા મળવાનો હતો પરંતુ હવે એક અહેવાલ મુજબ સંજય લીલા ભણસાલી તેના પર ધ્યાન આપી રહ્યા નથી. તે રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલની ‘લવ એન્ડ વૉર’ પર ફોકસ કરી રહ્યા છે.
શક્તિમાન
મુકેશ ખન્નાના શો શક્તિમાન પર ફિલ્મ બની રહી હોવાના અહેવાલ હતા. બેસિલ જોસેફ આ ફિલ્મનું નિર્દેશન કરવાના હતા. જોકે, બાદમાં મુકેશ ખન્નાએ કહ્યું કે, રણવીર સિંહ તેને મળવા આવ્યો હતો. તેણે રણવીરના વખાણ કર્યા. જે બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે રણવીર સિંહ શક્તિમાનના રોલમાં જોવા મળશે પરંતુ બાદમાં મુકેશ ખન્નાએ કહ્યું હતું કે, મેં કહ્યું ન હતું કે અભિનેતા શક્તિમાનના રોલમાં જોવા મળશે.
તખ્ત
કરણ જોહર મલ્ટિસ્ટારર ફિલ્મ તખ્ત લાવી રહ્યો હતો. આ ફિલ્મમાં રણવીર સિંહ, વિકી કૌશલ, આલિયા ભટ્ટ, કરીના કપૂર, અનિલ કપૂર, ભૂમિ પેડનેકર અને જાહ્નવી કપૂર જોવા મળવાના હતા. આ ફિલ્મમાં રણવીર દારા શિખોહના રોલમાં જોવા મળતો, પરંતુ કોવિડના કારણે આ ફિલ્મ સ્થગિત થઈ ગઈ. કારણ કે મહામારી દરમિયાન આટલી મોટી ફિલ્મ બનાવવી સરળ ન હતી.
અન્નિયન રિમેક
રણવીર સિંહ એસ. શંકર સાથે મનોવૈજ્ઞાનિક થ્રિલર ફિલ્મ વિશે વાત કરી રહ્યો હતો. જોકે, મૂળ ફિલ્મના નિર્માતા ઓસ્કર રવિચંદ્રને શંકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને દાવો કર્યો હતો કે, "તેઓ મારી સંમતિ વિના ફિલ્મ બનાવી શકતા નથી કારણ કે, ફિલ્મનો કોપીરાઈટ મારી પાસે છે અને અન્ય કોઈ વ્યક્તિનો તેના પર અધિકાર નથી કારણ કે હું આ ફિલ્મનો લેખક છું." ત્યારપછીથી આ ફિલ્મનો વિશે કોઈ માહિતી નથી.








