નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતાઓને મળે છે આટલી રકમ, જાણો કોને કેટલા રૂપિયા મળશે
માહિતી અને પ્રસારણ મંત્રાલયે 16 ઓગસ્ટે નેશનલ મીડિયા સેન્ટર ખાતે પ્રેસ કોન્ફરન્

માહિતી અને પ્રસારણ મંત્રાલયે 16 ઓગસ્ટે નેશનલ મીડિયા સેન્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતાની જાહેરાત કરી છે. ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા આ વખતે મોટી બાજી મારી છે. રિષભને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે, તો આ ફિલ્મને બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો છે. આ વર્ષે બોલિવૂડની કોઈ અભિનેત્રીને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો નથી. નિત્યા મેનેન (થિરુચિત્રંભલમ) અને માનસી પારેખ (કચ્છ એક્સપ્રેસ)ને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે.
જણાવી દઈએ કે, 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતાઓના નામોમાં એઆર રહેમાન, અરિજિત સિંહ, સાઉથ સ્ટાર રિષભ શેટ્ટી, નિત્યા મેનન, મનોજ બાજપેયી, શર્મિલા ટાગોર, સૂરજ બડજાત્યા, પ્રિતમ, નીન ગુપ્તા વગેરેનો સમાવેશ થાય છે. આ સન્માનિત એવોર્ડ મળ્યા બાદ દરેકે ખુશી વ્યક્ત કરી છે. નેશનલ ફિલ્મ એવોર્ડ્સ એવી ફિલ્મો માટે આપવામાં આવ્યો છે જેને ફિલ્મ સેન્સર બોર્ડ દ્વારા 1 જાન્યુઆરી, 2022થી 31 ડિસેમ્બર, 2022 વચ્ચે સેન્સર સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
કોઈને બેસ્ટ એક્ટર કેટેગરીમાં એવોર્ડ મળ્યો તો કોઈને બેસ્ટ ડિરેક્શન, બેસ્ટ સિંગર અને બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરની કેટેગરીમાં એવોર્ડ મળ્યો. જણાવી દઈએ કે વિજેતાઓને માત્ર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે, એટલું નહીં, તેની સાથે તેમને ઈનામી રકમ પણ આપવામાં આવે છે. જે જુદી જુદી કેટેગરીમાં જુદી જુદી હોય છે. જાણો કઈ કેટેગરીના વિજેતાને ઈનામની કેટલી રકમ આપવામાં આવે છે.
ઈનામની રકમ
શ્રેષ્ઠ નિર્દેશકઃ રૂ. 2,50,000
શ્રેષ્ઠ એક્ટર - રૂ. 2,00,000
શ્રેષ્ઠ અભિનેત્રી - રૂ. 2,00,000
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - રૂ. 2,00,000
શ્રેષ્ઠ સહાયક અભિનેતા – રૂ. 2,00,000
શ્રેષ્ઠ બાળ કલાકાર- રૂ. 2,00,000
શ્રેષ્ઠ પ્લેબેક સિંગર - રૂ. 2,00,000
શ્રેષ્ઠ પટકથા લેખક- રૂ. 2,00,000
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - રૂ. 2,50,000
શ્રેષ્ઠ મનોરંજક ફિલ્મ - રૂ. 2,00,000
શ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મ - રૂ. 3,00,000
શ્રેષ્ઠ નિર્માતા- રૂ. 2,00,000
શ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મ - રૂ. 2,00,000
શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ - રૂ. 2,00,000
શ્રેષ્ઠ ડાયરેક્શન - રૂ. 3,00,000
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી- રૂ. 2,00,000
કોને કઈ કેટેગરીમાં સન્માનિત કરાયા
બેસ્ટ ફિલ્મ એન્ટરટેનમેન્ટ- કાંતારા
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક- પ્રીતમ- બ્રહ્માસ્ત્ર-1
શ્રેષ્ઠ સંગીત નિર્દેશન બેકગ્રાઉન્ડ- એ.આર. રહેમાન- PS1
શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન- એઆર રહેમાન- પીએસ-1
શ્રેષ્ઠ પુરૂષ ગાયક- અરિજીત સિંહ-કેસરિયા-બ્રહ્માસ્ત્ર-1
શ્રેષ્ઠ અભિનેતા- ઋષભ શેટ્ટી- કાંતારા
શ્રેષ્ઠ અભિનેત્રી- નિત્યા મેનન- થિરુચિત્રંબલમ
શ્રેષ્ઠ અભિનેત્રી- માનસી પારેખ- કચ્છ એક્સપ્રેસ (ગુજરાતી ફિલ્મ)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી- નીના ગુપ્તા-ઉંચાઈ
શ્રેષ્ઠ સહાયક અભિનેતા - પવન રાજ મલ્હોત્રા - ફૌજા (હરિયાણવી ફિલ્મ)
શ્રેષ્ઠ ફિલ્મ ક્રિટિક(વિવેચક)- દીપક દુઆ
શ્રેષ્ઠ એનિમેશન- બ્રહ્માસ્ત્ર 1- ધર્મા
શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ- ગુલમોહર
શ્રેષ્ઠ દિગ્દર્શક- સૂરજ બડજાત્યા (ઉંચાઈ)
શ્રેષ્ઠ તેલુગુ મૂવી- કાર્તિકેય 2
શ્રેષ્ઠ તમિલ ફિલ્મ- PS-1
શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ- KGF 2
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ- આટ્ટમ (મલયાલમ)
બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર- પ્રમોદ કુમાર- ફૌજા (હરિયાણવી ફિલ્મ)
શ્રેષ્ઠ એક્શન ડિરેક્શન- KGF 2
બેસ્ટ ડાયલોગ્સ- ગુલમહોર
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી- પીએસ-1








