Year Ender: અનંત અંબાણીથી સોનાક્ષી સિન્હા સુધી 2024માં આ સેલિબ્રિટીએ કર્યા લગ્ન
વર્ષ 2024 સમાપ્ત થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. બી-ટાઉનના ઘણા સ્ટાર્સ માટે આ વર્

વર્ષ 2024 સમાપ્ત થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. બી-ટાઉનના ઘણા સ્ટાર્સ માટે આ વર્ષ ખૂબ જ ખાસ રહ્યું છે. કારણ કે આ વર્ષે ઘણા સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાયા છે. આ લિસ્ટમાં સોનાક્ષી સિન્હા, અનંત અંબાણી, અદિતિ રાવ હૈદરીથી લઈને રકુલ પ્રીત સિંહ જેવી ઘણી મોટી સુંદરીઓના નામ સામેલ છે.
આ પણ વાંચો: 'સીએમ નહીં તો ડેપ્યુટી સીએમ બનો...' સોનુ સૂદે હાઈપ્રોફાઈલ ઓફર ફગાવી, 'મને ડર છે કે મારા...'
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ પણ આ વર્ષે 12 જુલાઈ 2024ના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. આ વર્ષના સૌથી મોટા લગ્ન હતા.
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ
બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ સાત વર્ષની ડેટિંગ બાદ એક્ટર ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા. બંનેના લગ્ન 23 જૂન 2024ના રોજ થયા હતા.
અદિતિ રાવ હૈદરી અને અભિનેતા સિદ્ધાર્થ
બોલીવુડના બિબ્બોજને તેના બોયફ્રેન્ડ અને પ્રખ્યાત અભિનેતા સિદ્ધાર્થ સાથે બે વાર લગ્ન કર્યા છે. બંનેના પ્રથમ લગ્ન 16 સપ્ટેમ્બર 204ના રોજ તેલંગાણાના વાનપર્થીના શ્રીરંગપુરા મંદિરમાં થયા હતા. આ પછી કપલે 27 નવેમ્બરના રોજ રાજસ્થાનમાં બીજી વખત શાહી લગ્ન કર્યા હતા. આ લગ્નમાં સોનાક્ષી સિન્હા સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા હતા.
કીર્તિ સુરેશ
પ્રખ્યાત દક્ષિણ અને બોલિવૂડ અભિનેત્રી કીર્તિ સુરેશે 12 ડિસેમ્બર 2024ના રોજ તેના બોયફ્રેન્ડ એન્ટોની થટીલ સાથે લગ્ન કર્યા.
નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલા
સાઉથ અભિનેતા નાગા ચૈતન્યએ 4 ડિસેમ્બરે અભિનેત્રી શોભિતા ધૂલીપાલા સાથે બીજી વખત લગ્ન કર્યા. બંનેના લગ્ન હૈદરાબાદમાં થયા હતા.
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની
બોલિવૂડ કપલ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ આ વર્ષે 21 ફેબ્રુઆરી 2024ના રોજ લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ગોવામાં થયા હતા.
કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ
અભિનેત્રી કૃતિ ખરબંદાએ પણ ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ અભિનેતા પુલકિત સમ્રાટ સાથે લગ્ન કર્યા. બંનેએ આ વર્ષે 15 માર્ચે 2024ના રોજ દિલ્હીમાં લગ્ન કર્યા હતા.
ઈરા ખાન - નુપુર શિખર
આમિર ખાનની પુત્રી ઈરા ખાને આ વર્ષે તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે લગ્ન કર્યા. રજિસ્ટર્ડ મેરેજ બાદ બંનેએ 10 જાન્યુઆરી 2024ના રોજ ઉદયપુરમાં ક્રિશ્ચિયન મેરેજ કર્યા હતા.
સુરભી ચાંદના અને કરણ શર્મા
લોકપ્રિય ટીવી અભિનેત્રી સુરભી ચંદનાએ રાજસ્થાનમાં 2 માર્ચ, 2024ના રોજ બોયફ્રેન્ડ કરણ શર્મા સાથે લગ્ન કર્યા.
સુરભી જ્યોતિ અને સુમિત સૂરી
ટીવી એક્ટ્રેસ સુરભી જ્યોતિએ પણ આ વર્ષે બોયફ્રેન્ડ સુમિત સૂરી સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન 27 ઓક્ટોબરે રાજસ્થાનમાં થયા હતા.
આલિયા કશ્યપ અને શેન ગ્રેગોઇર
પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇર સાથે 11 ડિસેમ્બર 2024ના રોજ લગ્ન કર્યા હતા.








