Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Former CJI Chandrachud's entry in Sanjay Kapoor's ₹30,000 crore property dispute

Sunjay Kapurની ₹30,000 કરોડની પ્રોપર્ટીના વિવાદમાં હવે પૂર્વ CJI ચંદ્રચૂડની એન્ટ્રી, કોર્ટે પરિવારને આપી આ ખાસ સલાહ

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
Sunjay Kapurની ₹30,000 કરોડની પ્રોપર્ટીના વિવાદમાં હવે પૂર્વ CJI ચંદ્રચૂડની એન્ટ્રી, કોર્ટે પરિવારને આપી આ ખાસ સલાહ
સોર્સ : GSTV

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રાણી કપૂરે આરોપ લગાવ્યો છે કે તેમની પાસે કોરા કાગળો સહિત અન્ય દસ્તાવેજો પર સહી કરાવવામાં આવી હતી. તેમની જાણકારી વગર મિલકત ફેમિલી ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.

App Store

દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ

સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ સંજય કપૂરની અંદાજે 30 હજાર કરોડની મિલકત સાથે જોડાયેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ મધ્યસ્થતા કરશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાની અધ્યક્ષતાવાળી બેન્ચે તેમની નિમણૂક કરી છે. કોર્ટે કહ્યું છે કે પરિવારના તમામ સભ્યોએ મધ્યસ્થતા માટે ખુલ્લા મનથી પૂર્વ ચીફ જસ્ટિસ પાસે જવું જોઈએ. આ દરમિયાન તેઓ કોઈપણ પ્રકારની નિવેદનબાજીથી બચે.

સંજય કપૂરના માતા રાણી કપૂરે અરજી દાખલ કરીને 2017માં બનેલા 'આર.કે. ફેમિલી ટ્રસ્ટ'ને રદ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે છેતરપિંડી દ્વારા આ ટ્રસ્ટ બનાવીને પરિવારની મિલકત ત્યાં ટ્રાન્સફર કરવામાં આવી છે. સંજયની પત્ની પ્રિયા કપૂર આ માંગનો વિરોધ કરી રહી છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં રાણી કપૂરે આરોપ લગાવ્યો છે કે આર.કે. ટ્રસ્ટનો ઉપયોગ તેમને તેમની મિલકતમાંથી બેદખલ કરવા માટે કરવામાં આવ્યો હતો. 2017માં તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ, તેમના દિવંગત પુત્ર સંજય કપૂર અને તેમની પત્ની પ્રિયા કપૂરે તેમની શારીરિક સ્થિતિ અને વિશ્વાસનો ફાયદો ઉઠાવ્યો હતો. તેમની પાસે કોરા કાગળો અને અન્ય દસ્તાવેજો પર સહીઓ લેવામાં આવી હતી. તેમની જાણકારી વિના મિલકત ફેમિલી ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી દેવાઈ હતી.

ગયા વર્ષે જૂનમાં સંજય કપૂરના અવસાન બાદ પરિવારમાં મિલકતને લઈને વિવાદ સામે આવ્યો હતો. રાણી કપૂરનો આરોપ છે કે સંજયના મૃત્યુ પછી પ્રિયા કપૂરે સોના ગ્રુપ (Sona Group) સાથે સંકળાયેલી સંસ્થાઓ પર નિયંત્રણ મેળવવા માટે ખૂબ જ ઝડપથી પગલાં લીધાં. પારિવારિક મિલકતનો મોટો હિસ્સો પ્રિયા કપૂર અને તેમના બાળકો પાસે જતો રહ્યો છે, જેના કારણે તેમની પાસે કંઈ બચ્યું નથી.

ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે રાણી કપૂરની મોટી ઉંમર અને પારિવારિક વિવાદને ધ્યાનમાં રાખીને મધ્યસ્થતા દ્વારા ઉકેલ લાવવાની સલાહ આપી હતી. ગુરુવાર, 7 મેના રોજ અરજી પર આદેશ લખાવતી વખતે કોર્ટે કહ્યું, "આ એક પારિવારિક બાબત છે. પ્રયાસ થવો જોઈએ કે વિવાદનો વહેલી તકે ઉકેલ આવે." કોર્ટે જણાવ્યું છે કે તે આગળ વધતા પહેલા મધ્યસ્થના પ્રારંભિક રિપોર્ટની રાહ જોશે. આ કેસની આગામી સુનાવણી ઓગસ્ટ મહિનામાં થશે.

નોંધનીય છે કે મિલકત પર નિયંત્રણને લઈને કેટલાક કેસ દિલ્હી હાઈકોર્ટમાં પણ પેન્ડિંગ છે. ત્યાં સંજય કપૂરની પૂર્વ પત્ની અને અભિનેત્રી કરિશ્મા કપૂર પણ પોતાના બાળકો માટે મિલકતમાં હિસ્સો માંગતા કાયદાકીય લડાઈ લડી રહી છે.