Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Ranbir Kapoor's anger is gone! He slapped the paparazzi

VIDEO: Ranbir Kapoorનો પિત્તો ગયો! પાપારાઝીઓને ખખડાવ્યા

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Instagram handle of filmyfamee

મુંબઇ : મુંબઇમાં 'દાદી કી શાદી'ના  સ્ક્રીનિંગ દરમિયાન પાપારાઝીઓએ રણબીર કપૂર અને આલિયાને  ઘેરી લીધા હતા. 

App Store

પરિણામે  રણબીરે પિત્તો ગુમાવીને મીડિયાકર્મીઓને ગુસ્સાથી પાછળ હટવાનું કહ્યું હતું . તેના કારણે ઘડીભર વાતાવરણ ભારે તંગ થઈ ગયું હતું. જોકે, થોડીવાર પછી રણબીર શાંત પડયો હતો અને તેણે તથા આલિયાએ સંયમ જાળવી રાખીને પાપારાત્ઝીઓને તસવીર અને વીડિયોની મંજૂરી આપી હતી. 

મંગળવારે સાંજના રણબીર અને આલિયા કાર્યક્રમના સ્થળે પોતાની કારમાંથી ઊતર્યા કે તરત જ ત્યાં હાજર રહેલા મીડિયાકર્મીઓ તેમની નજીક આવીને ઘેરી લેતાં બંનેનો રસ્તો રોકાઈ ગયો હતો. આથી રણબીર ભારે ગુસ્સે થઈ ગયો હતો. સામાન્ય રીતે રણબીર અને આલિયા પાપારાઝીઓ સાથે બહુ મૈત્રીપૂર્ણ રીતે વર્તતાં હોય છે. આથી, તે કયાં કારણોસર આટલા ગુસ્સામાં આવી ગયો તે વિશે જાતજાતની ચર્ચા થઈ રહી છે.