VIDEO: કૃતિ સેનન, તમન્ના ભાટિયા અને શનાયા કપૂરનો ગ્લેમરસ અંદાજ, ઈવેન્ટમાં જમાવ્યું આકર્ષણ
સોર્સ : gstv
માયાનગરી મુંબઈમાં સિતારાઓની મહેફિલ જામી હતી. એક ઈવેન્ટમાં બોલિવૂડના દિગ્ગજ કલાકારો અને ઉભરતા સિતારાઓએ હાજરી આપી રેડ કાર્પેટ પર ચાર ચાંદ લગાવ્યા હતા. આ પ્રસંગે કૃતિ સેનન, તમન્ના ભાટિયા અને શનાયા કપૂર પોતાના ગ્લેમરસ અંદાજમાં જોવા મળ્યા હતા.આ ઉપરાંત, વિજય વર્મા, કબીર બેદી, રિયા ચક્રવર્તી અને વેદાંગ રૈના જેવા કલાકારોએ પણ હાજરી આપી હતી. ટીવી અને સિનેમાના જાણીતા ચહેરાઓ જેવા કે દીપિકા સિંહ, રસિકા દુગલ, પ્રતિભા રંતા અને રિતુપર્ણા સેનગુપ્તાએ કેમેરા સામે પોઝ આપ્યા હતા. લુલિયા વંતુર અને સાક્ષી મલિકની હાજરીએ પણ ઈવેન્ટમાં આકર્ષણ જમાવ્યું હતું.

