VIDEO: 'If RBI fails, India fails! દેશ કંગાળ થવાનો છે'; Governorનું ટીઝર રિલીઝ
OTTના 'ફેમિલી મેન' બનીને મનોજ બાજપેયી દર્શકોના દિલ જીતી ચૂક્યા છે.

OTTના 'ફેમિલી મેન' બનીને મનોજ બાજપેયી દર્શકોના દિલ જીતી ચૂક્યા છે. હવે એક વાર ફરી મનોજ બાજપેયી દર્શકો સામે એક નવા અવતારમાં આવી રહ્યા છે. મનોજ બાજપેયી ટૂંક સમયમાં ફિલ્મ 'ગવર્નર'માં જોવા મળશે. થોડા દિવસો પહેલા જ આ ફિલ્મના પોસ્ટર્સ રિલીઝ કરવામાં આવ્યા હતા અને હવે હાલમાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે.
દમદાર છે 'ગવર્નર'નું ટીઝર રિલીઝ
મનોજ બાજપેયીની ફિલ્મ 'ધ સાઈલન્ટ સેવિયર ગવર્નર' (Governor Teaser) માં તેમના પાત્રને લઈને દર્શકોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. 'ગવર્નર' વણકહી ઐતિહાસિક ઘટનાઓથી પ્રેરિત છે. ટીઝરમાં મનોજ બાજપેયીની દમદાર સ્ટાઈલ અને લુક નજરે પડે છે. https://www.youtube.com/embed/yC560rYPdVk?si=fpllX6ALcQmMUXvK આ ઉપરાંત, ટીઝર જોઈને સમજાય છે કે કેવી રીતે એક ગવર્નર પોતાના દેશને બચાવવા માટે એડીચોટીનું જોર લગાવે છે. આ ફિલ્મમાં મનોજ બાજપેયી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરના રોલમાં જોવા મળશે.શું છે ફિલ્મની વાર્તા?
તમને જણાવી દઈએ કે ફિલ્મ 'ધ સાઈલન્ટ સેવિયર ગવર્નર' સાચી ઘટનાઓ પર આધારિત છે અને 1990ના દાયકામાં ભારતના સૌથી મોટા આર્થિક સંકટની કહાની સામે લાવે છે. આ ફિલ્મની વાર્તા 90ના દાયકાની છે, જ્યારે દેશ નાદારીના આરે હતો. તે સમયે દેશ પાસે માત્ર ગણતરીના અઠવાડિયા ચાલે તેટલો જ વિદેશી મુદ્રા ભંડાર બચ્યો હતો. આ આર્થિક સંકટ વચ્ચે ભારતને પોતાનું સોનું પણ ગીરવે મૂકવું પડ્યું હતું. આ સમયગાળા દરમિયાન આરબીઆઈ ગવર્નર શ્રી વેંકિટરમણન જેવા લોકોએ એવા નિર્ણયો લીધા હતા, જેણે દેશને પતનથી બચાવ્યો હતો. તેમની મહેનત અને નિર્ણયોને કારણે જ ભારત આર્થિક સંકટમાંથી બહાર આવ્યું. આ જ સંઘર્ષને ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે.પહેલીવાર આવા પાત્રમાં મનોજ બાજપેયી
મનોજ બાજપેયી આવું પાત્ર પહેલીવાર ભજવવા જઈ રહ્યા છે. તેમણે પોતાની કારકિર્દીમાં હીરોથી લઈને વિલન સુધીના તમામ પ્રકારના પાત્રો ભજવ્યા છે, પરંતુ 'ગવર્નર'માં તેમનું પાત્ર ખૂબ જ રસપ્રદ રહેવાનું છે. ફિલ્મની વાર્તા 1990ના દાયકાની છે. આ ફિલ્મનું નિર્દેશન મરાઠી સિનેમાના ચિન્મય માંડલેકરે કર્યું છે અને વિપુલ અમૃતલાલ શાહે તેને પ્રોડ્યુસ કરી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ સનશાઈન પિક્ચર્સ દ્વારા રજૂ કરવામાં આવી છે. ફિલ્મની વાર્તા સુવેન્દુ ભટ્ટાચાર્જી, સૌરભ ભારત, રવિ અસરાની અને વિપુલ અમૃતલાલ શાહે લખી છે. જાવેદ અખ્તરે ફિલ્મના ગીતો લખ્યા છે અને અમિત ત્રિવેદીએ સંગીત આપ્યું છે. આ ફિલ્મ 12 જૂન 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.જાહેરાત




