મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'બાઘી 4'નું પોસ્ટર સામે આવ્યું, વાઈલ્ડ લુકમાં જોવા મળ્યો ટાઈગર શ્રોફ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફની મચ અવેઈટેડ ફિલ્મ 'બાઘી 4'ને લઈને એક અપડેટ આવ્યું છે આજે (18 નવેમ્બર) ફિલ્મનું

'બાઘી 4'નું પોસ્ટર સામે આવ્યું, વાઈલ્ડ લુકમાં જોવા મળ્યો ટાઈગર શ્રોફ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફની મચ અવેઈટેડ ફિલ્મ 'બાઘી 4'ને લઈને એક અપડેટ આવ્યું છે આજે (18 નવેમ્બર) ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં ટાઈગર શ્રોફ ખૂબ જ વાઈલ્ડ લુકમાં જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: VIDEO: દિલજીતે કોન્સર્ટમાં કહ્યું, 'ગુજરાત ડ્રાય સ્ટેટ', લોકોએ બૂમો પાડી- 'બધુ વેચાય છે...'

ફિલ્મનું પોસ્ટર

'બાઘી 4' ફિલ્મના પહેલા પોસ્ટરમાં ટાઈગર શ્રોફ ખૂબ જ વાઈલ્ડ લુકમાં જોવા મળી રહ્યો છે. આ પોસ્ટરમાં દર્શાવવામાં આવેલ ફિલ્મનું દ્રશ્ય ટોયલેટનું લાગે છે. આ પોસ્ટરમાં ટાઈગર ટોયલેટ પોટની ઉપર બેઠો છે અને તેના એક હાથમાં દારૂની બોટલ છે અને બીજા હાથમાં ખતરનાક હથિયાર છે. ટાઈગરના મોઢામાં સિગારેટ દબાયેલી છે અને તેના કપડા પર લોહી છે. આ નવા લુકમાં ટાઈગર ટૂંકા વાળ સાથે જોવા મળી રહ્યો છે. આ પોસ્ટરમાં તેના એબ્સ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ સિવાય ટાઈગરની આસપાસ લોકો જમીન પર મૃત હાલતમાં પડેલા જોવા મળે છે.

પોસ્ટરનું કેપ્શન

'બાઘી 4' ના શાનદાર પોસ્ટરની સાથે એક ખાસ કેપ્શન પણ લખવામાં આવ્યું છે. કેપ્શનમાં લખ્યું છે, 'આ વખતે તે પહેલા જેવો નથી.'

'બાઘી 4' ક્યારે રિલીઝ થશે?

ટાઈગર શ્રોફે તાજેતરમાં જ તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર 'બાઘી 4' નું પોસ્ટર શેર કર્યું છે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર જોઇને ફેન્સ ફિલ્મ માટે ઉત્સુક છે. આ ફિલ્મ 5 સપ્ટેમ્બર 2025ના રોજ રિલીઝ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલા છે અને આ ફિલ્મનું નિર્દેશન હર્ષા કરશે.

આ સમાચાર શેર કરો