Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : First look at Salman Khan's 'Kick 2'

સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ 'Kick 2'નો ફર્સ્ટ લૂક

Timeછેલ્લું અપડેટ : 01 Dec 2024
લાઇવ ટીવીGoogle News
સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ 'Kick 2'નો ફર્સ્ટ લૂક

સલમાન ખાનની ફિલ્મ કિક તેની સીકવલની તૈયારી થઇ ગઇ છે. ફિલ્મસર્જકે તેની ઘોષણા કરી હતી ત્યારે ફિલ્મને કિક ટુ તરીકે ઓળખાવી હતી. હવે સાજિદ નડિયાદવાલાએ અચાનક જ પ્રશંસકોને એક ભેટ આપી છે. તેણે ફિલ્મનું પ્રથમ લુક શેેર કર્યું છે. સલમાનના ચાહકો આ લુક જોઇએ ઉત્સાહમાં આવી ગયા છે. 

App Store

સાજિદનડિયાદવાલાએ એક પોસ્ટ શેર કરી છે, જેમાં સલમાન ખાને બ્લેક માસ્ક પહેર્યો છે. સાથે તેણે પોસ્ટમા એક ડાયલોગ પણ મુક્યો છે જેને પ્રશંસકો દ્વારા પુરો કરવાનું કહેવામા આવ્યું છે. 

Hint - What’s life without a little thrill? 🫣

Complete the dialogue in the comments! 🎬#SajidNadiadwala #Kick@BeingSalmanKhan@WardaNadiadwala#NGEMovies #BollywoodMovies pic.twitter.com/pf2UwoGBxj

રસપ્રદ તો એ છે કે, મૂળ ફિલ્મ કિકમાં પણ સલમાન ખાનનો લુક આવો જ હતો. જેમાં સલમાન એક ચોરની ભૂમિકામાં જોવા મળ્યો હતો. જે બેન્ક જેવી મોટી મોટી જગ્યાઓથી પૈસા ચોરી કરીને તે પૈસા અનાથ-ગરીબ લોકોના ઇલાજ જેવા સદકાર્યોમાં વાપરતો હતો. 

આ પણ વાંચો: Udit Narayan Birthday: સુરોના બાદશાહ કેવી રીતે બન્યા સ્ટાર, આ ગીતે અપાવી ઓળખ

કિક ટુનું શૂટિંગ સલમાન ખાનની સિકંદરનું શૂટિંગ પુર્ણ થયા પછી શરૂ થવાનું છે. તેનો મતલબ છે કે, સલમાન ખાન ૨૦૨૫ની ઇદના દિવસે સિકંદર રિલીઝ થયા પછી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. અને કિક ટુ ફિલ્મ ૨૦૨૬ સુધી શૂટિંગ શરૂ કરે તેવી શક્યતા છે. જોકે આ ફિલ્મની રિલીઝ વિશે હજી સુધી સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી.