મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: અનંત-રાધિકાના શાહી લગ્ન સ્થળની સજાવટનો પહેલો ઈનસાઇડ વીડિયો થયો વાયરલ

બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી આજે

VIDEO: અનંત-રાધિકાના શાહી લગ્ન સ્થળની સજાવટનો પહેલો ઈનસાઇડ વીડિયો થયો વાયરલ

બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત-રાધિકાના લગ્નમાં દેશ જ નહીં વિદેશથી પણ મહેમાનો આવી રહ્યા છે. ઈન્ટરનેશનલ સ્ટાર કાર્દશિયનની બે બહેનો પણ મુંબઈ પહોંચી ગઈ છે. આ સિવાય બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસન અને સેમસંગના સીઈઓ પણ અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ બધાની વચ્ચે, અનંત-રાધિકાના લગ્ન સ્થળ NMACC તરફથી ડેકોરેશનનો પહેલો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.

અનંત-રાધિકાના લગ્ન સ્થળનો વીડિયો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં થવાના છે. જ્યાંથી ડેકોરેશનનો પહેલો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો છે. બોલિવૂડ બબલે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર NMACC તરફથી ડેકોરેશનનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સ્ટેજને શાહી શૈલીમાં સજાવવામાં આવ્યો છે, તેની સામે મહેમાનો માટે સોફા પણ મૂકવામાં આવ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સ્થળ પર આકાશમાં લાઈટો લગાવવામાં આવી છે જાણે કે આકાશમાંથી તારાઓ જમીન પર ઉતરી આવ્યા હોય.

અનંત-રાધિકાના લગ્નમાં દેશ-વિદેશથી આવ્યા મહેમાનો

પ્રિયંકા ચોપરા ગત સાંજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે તેના પતિ નિક જોનાસ સાથે મુંબઈ પહોંચી હતી. ત્યારપછી મોડી રાત્રે ઈન્ટરનેશનલ સ્ટાર્સ કિમ કાર્દાશિયન અને ખ્લો કાર્દાશિયન પણ અનંત-રાધિકાના લગ્ન માટે મુંબઈ પહોંચી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અંબાણી પરિવારના આ ખાસ દિવસે ઘણી મોટી હસ્તીઓ હાજરી આપવા જઈ રહી છે, જેમાં માત્ર બોલિવૂડ-હોલીવુડ સ્ટાર્સ જ નહીં પરંતુ ઘણા નેતાઓ અને રાજનેતાઓ પણ સામેલ છે.

આ સમાચાર શેર કરો