મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

બોલિવુડ દબંગ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર પરોઢીયે થયું ફાયરિંગ, બાઈક પર આવ્યા હતા શૂટર

બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાનને ઘણી વખત જાનથી

બોલિવુડ દબંગ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર પરોઢીયે થયું ફાયરિંગ, બાઈક પર આવ્યા હતા શૂટર

બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકીઓ પછી સલમાન ખાન કડક સુરક્ષા હેઠળ રહે છે. ત્યારે આ વચ્ચે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના સમાચાર સામે આવ્યા છે. મળતા અહેવાલ અનુસાર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે હુમલાખોરો બાઇક પર આવીને ફાયરિંગ કરીને ફરાર થયા હતા.

પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. આ ઘટના સવારે 4.55 કલાકે બની હતી. ઘટના બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. આ ઘટના બની ત્યારે બોલિવુડ સ્ટાર સલમાન ખાન ઘરે હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર 2-3 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી. બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું છે. શૂટરોએ હવામાં ગોળીબાર કર્યો અને ભાગી ગયા.

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને ઘણી વખત મારી નાખવાની ધમકી આપી છે. એક ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં તેણે ખુલ્લેઆમ કહ્યું હતું કે તેના જીવનનો ઉદ્દેશ્ય સલમાન ખાનને મારવાનો છે. તેણે અભિનેતા-ગાયક ગિપ્પી ગ્રેવાલના કેનેડામાં તેના રહેઠાણ પર પણ હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે આ હુમલો સલમાન ખાન સાથેના તેના નજીકના સંબંધોને કારણે થયો હતો. લોરેન્સ બિશ્નોઈની ધમકી બાદ મુંબઈ પોલીસે સલમાન ખાનની સુરક્ષાની સમીક્ષા કરી હતી.

સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી


સલમાન ખાનના ઘરની બહાર ગોળી કોણે ચલાવી હતી, તે મામલે તપાસનો શરૂ કરવામાં આવી છે. પરિસ્થિતિને જોતા સલમાન ખાનનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો