મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

સલમાન બાદ સિંગર એપી ઢિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ, પોલીસે તપાસ હાથ ધરી

કેનેડામાં જાણીતા સિંગર એપી ઢિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. લોરેન્સ બિશ્નોઈ ગ

સલમાન બાદ સિંગર એપી ઢિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ, પોલીસે તપાસ હાથ ધરી

કેનેડામાં જાણીતા સિંગર એપી ઢિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હુમલાની જવાબદારી દીધી છે.  તમને જણાવી દઈએ કે, થોડા મહિના પહેલા જ બોલિવૂડના ભાઈજાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું. 

મીડિયા રિપોર્ટ મુજબ સોશિયલ મીડિયામાં ફાયરિંગનો વીડિયો પણ સામે આવ્યો છે. હાલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જોકે લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારની ગેંગે ફાયરિંગની જવાબદારી લીધી છે.

એપી ઢિલ્લોનના ઘરની બહાર થયેલા હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈની ગેંગના રોહિત ગોદારાએ લીધી છે. ફાયરિંગની ઘટના 1 સપ્ટેમ્બરની રાત્રે બની હતી. કેનેડામાં બે સ્થળોએ ગોળીબાર થયો હતો. જેમાંથી એક વિક્ટોરિયા આઇલેન્ડ અને વુડબ્રિજ ટોરોન્ટો છે.

તાજેતરમાં જ ઢિલ્લોનું સલમાન સાથે ગીત રિલીઝ થયું હતું

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ સલમાન ખાન સાથે ઢિલ્લોનનું એક ગીત - ઓલ્ડ મની રિલીઝ થયું હતું. ગીત રિલીઝ થયાને માત્ર ત્રણ અઠવાડિયા જ થયા છે. આ ગીતને યુટ્યુબ પર એક કરોડથી વધુ વ્યુઝ મળ્યા છે. 

સલમાનના ઘરની બહાર પણ થયું હતું ફાયરિંગ

14 એપ્રિલે અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું હતું. પોલીસે ઘટનાના બે દિવસ પછી એટલે કે 16 એપ્રિલે ગુજરાતમાંથી વિકી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કરી હતી. આની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી હતી.

કોણ છે લોરેન્સ બિશ્નોઈ? 

જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સામે એક નહીં સેંકડો કેસ નોંધાયેલા છે. સાથે જ એ જેલમાં રહીને પણ તે પોતાની ગેંગ ચલાવે છે. જેની કમાન ગોલ્ડી બરાડ અને સચિન બિશ્નોઈ સંભાળે છે. જણાવી દઈએ કે આ બંને કેનેડામાં રહીને ગેંગ ચલાવે છે. લોરેન્સ આ ગેંગનો માસ્ટર માઈન્ડ છે.  પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા પાછળ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું હતું.

આ સમાચાર શેર કરો