મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

સૈફ અલી ખાનના ઘરેથી લેવામાં આવેલા ફિંગરપ્રિન્ટ્સ શરીફુલની આંગળીઓ સાથે મેચ નથી કરતાં; રિપોર્ટમાં દાવો

તાજેતરમાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સૈફ અલી ખાનના ઘરેથી લેવામાં આવેલા ફિંગ

સૈફ અલી ખાનના ઘરેથી લેવામાં આવેલા ફિંગરપ્રિન્ટ્સ શરીફુલની આંગળીઓ સાથે મેચ નથી કરતાં;  રિપોર્ટમાં દાવો

તાજેતરમાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સૈફ અલી ખાનના ઘરેથી લેવામાં આવેલા ફિંગરપ્રિન્ટ્સ શરીફુલ ઇસ્લામ શહઝાદની આંગળીઓ સાથે મેળ ખાતા નથી. જો આ સાચું હોય, તો મુંબઈ પોલીસ પર એક મોટો પ્રશ્ન ઊભો થાય છે.

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા શરીફુલ ઇસ્લામ અંગે શંકા સેવાઇ રહી છે કે, સીસીટીવી કેમેરામાં સીડીઓ ચઢતા-ઉતરતા દેખાતા હુમલાખોર તે નથી. હવે આ દિશામાં, રાજ્ય ગુનાહિત તપાસ વિભાગ (CID) એ મુંબઈ પોલીસને મોટો ઝટકો આપ્યો છે. ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી નાગરિક શરીફુલ ઇસ્લામ શહઝાદના ફિંગરપ્રિન્ટ નમૂનાઓનો CID એ નકારાત્મક રિપોર્ટ રજૂ કર્યો છે.

ફિંગર પ્રિન્ટ મેળ ખાતા નથી

મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની લગભગ 40 ટીમો દ્વારા 72 કલાકની શોધખોળ બાદ શરીફુલની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, સૈફ અલી ખાનના ઘરેથી લેવામાં આવેલા 19 ફિંગરપ્રિન્ટના નમૂના આરોપીના ફિંગરપ્રિન્ટ્સ સાથે મેળ ખાતા ન હતા, જેના કારણે ગંભીર પ્રશ્નો ઉભા થાય છે કે શું ખોટા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પહેલાથી જ આવા દાવાઓથી ભરેલું છે.

પોલીસ તપાસમાં મોટા પ્રશ્નો

અહેવાલ મુજબ, શરીફુલના તમામ દસ ફિંગરપ્રિન્ટ્સ CIDના ફિંગરપ્રિન્ટ બ્યુરોને મોકલવામાં આવ્યા હતા. સીઆઈડીએ હવે સિસ્ટમ-જનરેટેડ રિપોર્ટ દ્વારા પુષ્ટિ આપી છે કે ગુનાના સ્થળે મળેલા 19 ફિંગરપ્રિન્ટ્સમાંથી કોઈ પણ આરોપીના ફિંગરપ્રિન્ટ્સ સાથે મેળ ખાતું નથી. આ રિપોર્ટ શુક્રવારે પુણેમાં CID સુપરિન્ટેન્ડેન્ટને મોકલવામાં આવ્યો હતો. આ ઘટનાક્રમ માત્ર તપાસ પર શંકા જ નહીં, પણ મુંબઈ પોલીસ પર તેના તારણો પર પુનર્વિચાર કરવા અને વધતી જતી જાહેર તપાસનો સામનો કરવા માટે દબાણ પણ બનાવે છે.

ધરપકડ કરનારી ટીમ પાસે સંપૂર્ણ માહિતી પણ નહોતી

અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે શરીફુલ ઇસ્લામ શહઝાદને ગયા રવિવારે મુંબઈ પોલીસના પૂર્વ ઝોનની એક ટીમ દ્વારા થાણેથી ધરપકડ કરવામાં આવી હતી, જેનું નેતૃત્વ ઝોન 6 ડીસીપી નવનાથ ધવલે કરી રહ્યા હતા. જોકે, ઝોન 6 ટીમ પાસે કેસ વિશે મર્યાદિત માહિતી હોવાના અહેવાલ છે, કારણ કે તે મુખ્યત્વે ઝોન 9 ટીમ દ્વારા હેન્ડલ કરવામાં આવતું હતું. ઝોન 06 ટીમને આરોપીના સ્થાન અને શંકાસ્પદના સેલ નંબર અનુસાર તેની નજીક હોવાથી તે સ્થળે મોકલવામાં આવી હતી.

આ પણ વાંચો : આવી ઇજાઓ છરીથી થતી નથી: સૈફ અલી ખાન પર હુમલા કેસમાં ફોરેન્સિક નિષ્ણાતે આ શું કહ્યું ?

ચહેરો સીસીટીવી ફૂટેજ સાથે મેળ ખાતો નથી

ધરપકડ બાદ, આરોપીને ઝોન 09 હેઠળ આવતા બાંદ્રા પોલીસને સોંપવામાં આવ્યો. બીજા દિવસે સવારે, ઝોન 09 ડીસીપી દીક્ષિત ગેડામે મીડિયાને જણાવ્યું કે ધરપકડ કરાયેલ વ્યક્તિ બાંગ્લાદેશી નાગરિક હતો અને હુમલામાં સામેલ હતો. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલ્વે દ્વારા તૈયાર કરાયેલ ચહેરાની ઓળખ રિપોર્ટની તપાસ કરવામાં આવી રહી છે. સૈફ અલી ખાનના મકાનમાંથી શંકાસ્પદ વ્યક્તિ બહાર આવતાનું સીસીટીવી ફૂટેજ અત્યંત ઝાંખું હતુ.

સ્થાનિક મીડિયાએ ફિંગરપ્રિન્ટ રિપોર્ટ અંગે ટિપ્પણી અને સ્પષ્ટતા માટે CID અને મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ  કોઈ જવાબ મળ્યો ન હતો.

આ સમાચાર શેર કરો