PHOTOS: મુંબઈમાં ફિલ્મી સિતારાઓએ કર્યું મતદાન, લોકોને મત આપવા કરી અપીલ
સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે આજે 20 મેના રોજથી મતદાન શરૂ થઈ ગયું છે. આ ત

સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે આજે 20 મેના રોજથી મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં, 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન થશે, જેમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. મુંબઈમાં પણ બોલિવૂડના ઘણા સેલેબ્સ લોકશાહીના આ તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા જોવા મળે છે.
અભિનેતા શાહિદ કપૂર તેના લોકશાહી અધિકારનો ઉપયોગ કરીને મુંબઈમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ના 5મા તબક્કામાં મતદાન કર્યું.
પોતાનો મત આપ્યા પછી, સિંગર કૈલાશ ખેર કહે છે, "...હું કહેવા માંગુ છું કે ભારત બદલાઈ રહ્યું છે અને તમે (લોકો) આ માટે જવાબદાર છો. હું ઈચ્છું છું કે તમે રાષ્ટ્રીય હિતમાં કામ કરતા રહો."
બોલિવૂડ એક્ટર પરેશ રાવલ કહે છે, "...જે લોકો વોટ નથી આપતા તેમના માટે કેટલીક જોગવાઈઓ હોવી જોઈએ, જેમ કે ટેક્સમાં વધારો અથવા કોઈ અન્ય સજા."
બોલિવુડ અભિનેતા ફરહાન અખ્તરે અને તેમની બહેને કર્યું મતદાન
'શ્રીકાંત' અને 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' ફિલ્મોથી લોકપ્રિયતા મેળવી રહેલા અભિનેતા રાજકુમાર રાવ પણ વહેલી સવારે મતદાન મથકે પહોંચ્યા હતા. તેમણે જ્ઞાન કેન્દ્ર હાઈસ્કૂલ ખાતે મતદાન કરીને નાગરિક તરીકેની તેમની ફરજ નિભાવી હતી.
બોલિવુડના અભિનેતા સુનિલ શેટ્ટીએ મતદાન કર્યું
અભિનેતા રણદીપ હુડ્ડા મુંબઈમાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપીને મતદાનની અપીલ કરી હતી.
અભિનેતા મનોજ બાજપાઈએ પત્ની સાથે મતદાન કર્યું
જુહી ચાવલાએ જુહુમાં મતદાન કર્યું
બોલિવુડના સ્ટાર આર માધવને પત્ની સાથે મતદાન કર્યું
સચિન તેંડુલકરે મુંબઈમાં કર્યું મતદાન
પૂર્વ ક્રિકેટર અને ચૂંટણીના નેશનલ આઈકોન સચિન તેંડુલકર અને તેમના પુત્ર અર્જુન તેંડુલકરે મુંબઈમાં મતદાન કર્યું હતું.
બોલિવુડ સ્ટાર ઋતિક રોશને પરિવાર સાથે મતદાન કર્યું
વિદ્યાબાલને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું
ડેવિડ ધવન અને વરૂણ ધવને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો








