મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ફિલ્મ દિગ્દર્શક શ્યામ બેનેગલનું અવસાન, લાંબા સમયથી બીમાર હતા

પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક શ્યામ બેનેગલનું આજે 23 ડિસેમ્બરે સાંજે 6:30 વાગ્યે નિધન થયું છે. તેઓ 90 વર્ષના

ફિલ્મ દિગ્દર્શક શ્યામ બેનેગલનું અવસાન, લાંબા સમયથી બીમાર હતા

પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક શ્યામ બેનેગલનું આજે 23 ડિસેમ્બરે સાંજે 6:30 વાગ્યે નિધન થયું છે. તેઓ 90 વર્ષના હતા. બેનેગલ કિડનીની સમસ્યાથી પીડિત હતા. અગાઉ 14 ડિસેમ્બરે તેણે તેનો 90મો જન્મદિવસ તેના મિત્રો અને પરિવાર સાથે ઉજવ્યો હતો. અભિનેતા કુલભૂષણ ખરબંદા, નસીરુદ્દીન શાહ, દિવ્યા દત્તા, શબાના આઝમી, રજિત કપૂર, અતુલ તિવારી, ફિલ્મ નિર્માતા-અભિનેતા અને શશિ કપૂરના પુત્ર કુણાલ કપૂર અને અન્યો આ ભવ્ય કાર્યક્રમનો ભાગ હતા.

બેનેગલે ફિલ્મો થકી સમાજ સુધારકની કામગીરી કરી

બેનેગલની ફિલ્મ કારકિર્દીની વાત કરીએ તો, તેમની ફિલ્મ શૈલી એટલી અદ્ભુત હતી કે વિવેચકો પણ તેમની શૈલીના વખાણ કરતા થાકતા નહોતા. તેમની સિને કૃતિઓ તેના રાજકીય અને સામાજિક વ્યંગ માટે પણ જાણીતી છે. એક વખત તેમણે કહેલું રાજકીય સિનેમા ત્યારે જ ટકી શકે છે જ્યારે સમાજમાં તેની ડીમાન્ડ હોય. હું નથી માનતો કે ફિલ્મો સમાજમાં પરિવર્તન લાવી શકે છે, પરંતુ ફિલ્મોમાં સામાજિક ચેતના જગાડવાની ક્ષમતા જરૂર હોય છે. બેનેગલે અંકુર, મંથન, નિશાંત, આરોહણ, સુસ્મન, હરીભરી, સમર જેવી ફિલ્મો બનાવીને સમાજની સુષુપ્ત ચેતનાને કુંભકર્ણ નિંદ્રામાંથી જગાડવાની પ્રશંસનીય પ્રયાસ કર્યો હતો. માત્ર ભારતમાં જ નહીં આંતરરાષ્ટ્રીય ફલક પર પણ તેમના કલા-કસબને ગંભીરતાથી લેવામાં આવે છે.

આ સમાચાર શેર કરો