સલમાનના કુંવારા હોવા પાછળ છે આ મહિલા! ખુદ પિતા સલીમ ખાને કર્યો ખુલાસો
58 વર્ષીય સલમાન ખાન મોસ્ટ એલિજિબલ બેચલર છે. પરંતુ તે ક્યારે લગ્ન કરશે અને કોની

58 વર્ષીય સલમાન ખાન મોસ્ટ એલિજિબલ બેચલર છે. પરંતુ તે ક્યારે લગ્ન કરશે અને કોની સાથે કરશે તે પ્રશ્ન તેના ફેન્સના મનમાં હંમેશા ફરતો રહે છે. ઘણી વખત ફેન્સ સોશિયલ મીડિયા પર ભાઈજાનને સીધા સવાલો પણ પૂછે છે. પરંતુ શું તમે જાણો છો કે, સલમાન ખાનના લગ્ન ન કરવા પાછળનું સાચું કારણ શું છે. તેના પિતા સલીમ ખાને ખુદ એક ઈન્ટરવ્યૂમાં તેની પાછળનું કારણ જણાવ્યું હતું.
સરળતાથી થઈ જાય છે આકર્ષિત
સલીમ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલીમ ખાન સલમાન ખાને હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા તેનું કારણ જણાવી રહ્યા છે. સલીમ ખાન કહી રહ્યા છે- 'તે સરળતાથી કોઈપણ સંબંધમાં બંધાય જાય છે. પરંતુ વાત લગ્ન સુધી પહોંચી શકતી નથી. વાસ્તવમાં, તે સ્વભાવે ખૂબ જ નરમ છે અને માણસ છે, તેથી સ્વાભાવિક છે કે, તે સરળતાથી કોઈની તરફ આકર્ષાય. તે હંમેશા વિચારે છે કે, શું તે છોકરી તેની માતાની જેમ પરિવાર ચલાવી શકશે. તે હંમેશા છોકરીઓમાં એવા ગુણો શોધે છે જે તેની માતામાં છે.
https://www.instagram.com/reel/C6LowK8tg20/
પરિવાર પર આપે ધ્યાન
સલીમ ખાને આગળ કહ્યું- 'સલમાન હંમેશા એવી મહિલા સાથે લગ્ન કરવા ઈચ્છે છે જે તેના બાળકો અને પતિ પર સંપૂર્ણ ધ્યાન આપે. બાળકો માટે જાતે રસોઈ બનાવે, તેમને તૈયાર કરે અને એ પણ જુએ કે તેઓએ તેમનું હોમવર્ક કર્યું છે કે નહીં. આજના જમાનામાં આ સરળ નથી. આ કારણથી તેઓ લગ્ન માટે કોઈ પણ મહિલા પર ફોકસ આપી શકતા નથી.
ઘણા સાથે હતું અફેર
સલમાન ખાન 58 વર્ષની ઉંમરે બેચલર હોવા છતાં પણ તેણે ઘણી અભિનેત્રીઓને ડેટ કરી છે. જેમાં ઐશ્વર્યા રાય, સોમી અલી, સંગીતા બિજલાની અને કેટરીના કૈફના નામ સામેલ છે. પરંતુ તેનો સંબંધ કોઈની સાથે આગળ વધી શક્યો નહીં.






