મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

બોલિવૂડ સ્ટાર્સના નખરાથી કંટાળી ફરાહ ખાન, કહ્યું- 4 વેનિટી વેન માગે છે અને ન મળે તો કામ શરૂ નથી કરતા

ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહ ખાન તેની બિંદાસ્ત અને સ્પષ્ટવ

બોલિવૂડ સ્ટાર્સના નખરાથી કંટાળી ફરાહ ખાન, કહ્યું- 4 વેનિટી વેન માગે છે અને ન મળે તો કામ શરૂ નથી કરતા

ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહ ખાન તેની બિંદાસ્ત અને સ્પષ્ટવક્તા શૈલી માટે ઘણી વખત લાઈમલાઈટનો ભાગ રહે છે. ફરાહ ખાને હાલમાં જ તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે, જ્યાં તે ફિલ્મ સ્ટાર્સ અને ફિલ્મ સેટ્સના કિસ્સાઓ શેર કરતી રહે છે. હાલમાં જ ફરાહ ખાને એક નવો વ્લોગ શેર કર્યો છે, જેમાં ફિલ્મમેકરે બોલિવૂડ સેલેબ્સની ડિમાન્ડ વિશે જણાવ્યું છે. ફરાહ કહે છે કે, કેટલાક સ્ટાર્સ એવા છે જેમને શૂટિંગ વખતે 4-4 વેનિટી વેનની જરૂર પડે છે અને તેઓ તેમના વિના શૂટિંગ નથી કરતા.

ફરાહ ખાન ફિલ્મ સ્ટાર્સના નખરાથી કંટાળી!

ફરાહ ખાને તેના યુટ્યુબ વ્લોગમાં કહ્યું- 'આજકાલ વેનિટી વેન આવીને ઉભી ન રહે ત્યાં સુધી સ્ટાર્સ કામ શરૂ કરતા નથી. તેઓ ચાર વેનિટી વાન માગે છે. દરેક સ્ટાર પોતાના માટે ચાર વેનિટી માગે છે. એક જિમ માટે, એક સ્ટાફ માટે, એક પોતાના માટે અને એક ફૂડ ટ્રક તરીકે અલગ વેનિટીની ડિમાંડ કરે છે.

ઝાડ પાછળ કપડાં બદલતી હતી એક્ટ્રેસ!

ફરાહ ખાને પણ પોતાના વ્લોગમાં જૂના સમયનો ઉલ્લેખ કર્યો છે. જ્યાં ફિલ્મમેકરે કહ્યું- 'પહેલાં એક્ટ્રેસ ઝાડ પાછળ કપડાં બદલતી હતી, અમે તેમના માટે ટુવાલ કે ચાદર પકડી રાખતા હતા. મેં ખુદ પણ આવું કર્યું છે. જ્યારે તમે આઉટડોર શૂટ પર જાઓ છો પછી તે સ્વિટ્ઝર્લેન્ડ પણ કેમ ન હોય? એક્ટ્રેસ ઝાડ પાછળ કપડાં બદલી લેતી હતી. અમે તેને ચારેય તરફથી ચાદરથી ઘેરી લેતા હતા. હવે તો સ્ટાર્સ ત્યાં સુધી કામ નથી કરતા જ્યાં સુધી તેમના માટે વેનિટી વેન ન આવી જાય.

આ સમાચાર શેર કરો